Get The App

પુનડીમાં બંદુક અને 26 કારતુસ સાથે પકડાયેલા ત્રણ શખ્સો જેલમાં ધકેલાયા

Updated: Oct 25th, 2024

GS TEAM

Google News
Google News
પુનડીમાં બંદુક અને 26 કારતુસ સાથે પકડાયેલા ત્રણ શખ્સો જેલમાં ધકેલાયા 1 - image

- કોડાય પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ભુજના શિકારીઓને દબોચી લીધા પકડયા

- આરોપીઓના કબ્જામાંથી બંદુક, કારતુસ અને જીપ સહિત 2.11 લાખનો મુદામાલ કબ્જે કર્યો 

ભુજ : માંડવી તાલુકાના પુનડી ગામના પાટીયા પાસેથી બોલેરો કેમ્પરમાં શિકાર કરવા નીકળેલા ભુજના ત્રણ શખ્સોને કોડાય પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડીને તેમના કબ્જામાંથી એક બંદુક, ૨૬ કારતુસ તેમજ બે લાખની જીપ સહિત ૨,૧૧,૨૬૦નો મુદામાલ કબ્જે કરીને કોર્ટમાં રજુ કર્યા હતા. કોર્ટે આરોપીઓને પાલારા જેલમાં ધકેલી દેવા આદેશ કર્યો હતો. 

પ્રાપ્ત વિગતો મુજબ પુનડી ગામની સીમમાં બંદુકના ભડાકા અને શિકાર પ્રવૃતિ ચાલતી હોવા અંગે ગામ લોકોએ કોડાય પોલીસને જાણ કરી હતી. જેથી કોડાય પોલીસે તાત્કાલિક બુધવારે મોડી રાત્રે પુનડી ગામે પહોંચ્યા હતા. ત્યારે ગામના પાટીયા પાસે બોલેરો કેમ્પરમાં સામે આવતાં પોલીસની ટીમે અટકાવાવનો પ્રયાસ કર્યો હતો. પણ ગાડી ઉભી રહી ન હતી. પોલીસની ટીમે પીછો કરીને જીપને આંતરી હતી. ત્યારે આરોપીઓ ભાગવા જતાં પોલીસે શિકાર કરવા નીકળેલા ભુજના અકરમ અજીમ થેબા (ઉ.વ.૩૩), સુલેમાન ઉમરશા શેખ (ઉ.વ.૨૫) મુળ કનૈયાબે હાલ રહે ભુજ અને ભુજના સાહિલ મીઠુ સના (ઉવ.૧૯) નામના ત્રણ શિકારીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી એક બંદુક અને ૨૬ કારતુસ તેમજ જીપ સહિત ૨.૧૧,૨૬૦નો મુદમાલ કબ્જે કરીને આરોપીઓને કોર્ટમાં રજુ કરતાં અદાલતે આરોપીઓને પાલારા જેલમાં ધકેલી દેવાનો આદેશ કર્યો હતો. આ કામગીરીમાં કોડાય પોલીસ મથકના પીએસઆઈ વી. જી. પરમાર તેમજ સ્ટાફના વિપુલભાઈ ચૌધરી, પૃથ્વીરાજસિંહ વાઘેલા, વિપુલભાઈ પરમાર, હરચંદભાઈ પટેલ, દિલીપસિંહ સિંધવ, મોહનભાઈ લોઢા, વિપુલભાઈ બાંભણીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.