Get The App

ભચાઉ નજીક હાઇવે પર ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યો

Updated: Oct 3rd, 2024

GS TEAM

Google News
Google News
ભચાઉ નજીક હાઇવે પર ત્રણ શખ્સોએ યુવાન પર હુમલો કર્યો 1 - image

પાવડાનાં હાથા અને લાકડાનાં ધોકા વડે ફટકારી ઈજાઓ પહોંચાડી

ગાંધીધામ : ભુજ - ભચાઉ હાઇવે પર આવેલી હોટલ પર અગાઉ રૂપિયા બાબતે થયેલા ઝગડાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ પાવડાનાં હાથા અને લાકડાનાં ધોકા વડે યુવાન પર હુમલો કરી યુવાનને ઈજાઓ પહોંચાડી હતી. જેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી.

ભચાઉનાં આધોઇમાં રહેતા પ્રકાશ મુળજીભાઈ લુહારે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, ફરિયાદીની બહેન સાથે કેટરસમાં કામ કરતા આરોપી મહેશ માવજી લુહાર સાથે મજૂરીનાં રૂપિયા બાબતે અગાઉ થયેલા ઝગડાનું મનદુઃખ રાખી આરોપી મહેશ અને તેની સાથે નરેશ માવજી લુહાર અને ધર્મેન્દ્ર ગેલાભાઇ લુહાર (રહે. ત્રણેય આધોઇ ભચાઉ)એ ભુજ - ભચાઉ હાઇવે પર આવેલી શિવ હોટલ પર ફરિયાદી સાથે ગાળાગાળી કરી અને પાવડાનાં હાથા અને લાકડાનાં ધોકા વડે હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને પાવડાનાં હાથા અને લાકડાનાં ધોકા વડે ફટકારી હાથ અને પીઠનાં ભાગે ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદીએ ત્રણેય આરોપી વિરુદ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.