૧૯ જેટલા સંગઠનોના હજારો કર્મચારીઓ ભુજ ખાતે વિશાળ રેલીમાં ઉમટી પડયા

- કર્મચારીઓ માટેની જુની પેન્શન યોજના ચાલુ કરવા સહિતની માંગ સાથે

- કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચા દ્વારા અધિક કલેકટરને આવેદનપત્ર અપાયું ઃ મંડળ દ્વારા તબક્કા વાર આપેલ કાર્યક્રમના ભાગરૃપે રેલી કાઢી આવેદનપત્ર આપીને ધરણા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા

ભુજ,શનિવાર

ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા તાથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અપાયેલ આંદોલનના તબક્કા વાર  કાર્યક્રમ અન્વયે આજે સમગ્ર રાજ્યના જિલ્લા માથકો સાથે  કચ્છ જિલ્લામાં પણ ભુજ ખાતે અભૂતપૂર્વ મહારેલી યોજાઇ હતી જેમાં જિલ્લા ભરમાંથી અંદાજિત ૧૦ હજાર જેટલા કર્મચારીઓ ઉમટી પડયા હતા. રાજ્ય કક્ષાએાથી ગુજરાત રાજ્ય સયુંકત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા લડતનો જે  કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો તે મુજબ રાજ્યના તમામ જિલ્લાઓમાં આજે  ૩ સપ્ટેમ્બરના જિલ્લા કક્ષાએ રેલી સાથે કલેકટરને આવેદનપત્ર આપવામાં બાવ્યું હતું. ભુજ ખાતે  રેલીનો પ્રારંભ હમીરસર તળાવ પાસે આવેલ ગાંધીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા હારારોપણ કરી કરવામાં આવ્યો હતો .રેલીમાં જોડાનારા કર્મચારીઓ ત્યાંથી પસાર થઈ સ્વામિનારાયણ મંદિર, બહુમાળી ભવન, એસ. પી.કચેરી, જ્યુબીલી ગ્રાઉન્ડ થઈ કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.  જ્યાં જિલ્લા સયુંકત કર્મચારી મોરચા ના આગેવાનો દિવ્યરાજ સિંહ જાડેજા , હરિસિંહ જાડેજા, મનીષ પટેલ વગેરે દ્વારા અિધક કલેકટર  મિતેષ પંડયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયા અને કન્વીનર દેવુભા વાઘેલાની આગેવાની હેઠળ આરોગ્ય કર્મચારીઓ પણ રેલીમાં જોડાયા હતા.

મોરચાના પ્રમુખ નયનસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કર્મચારીઓની વિવિાધ ૧૫ જેટલી માંગણીઓ છે જેમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા ઉપરાંત ફિક્ષ પગાર યોજના નાબૂદ કરવા, સાતમા પગાર પંચના બાકી ભથૃથા આપવા, રહેમરાહે નિમાયેલ કર્મચારીઓની સેવા તમામ હેતુ માટે સળંગ ગણવી, કેન્દ્રની માફક ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા, ૧૦ લાખની મર્યાદામાં કેશ લેસ મેડિકલેમનો લાભ આપવા, નિવૃત્તિ વય મર્યાદા  ૫૮ ના બદલે ૬૦ વર્ષની કરવા, ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓના અવસાનના કિસ્સામાં વારસદારોને ઉચ્ચક નાણાકીય સહાયના બદલે અગાઉની જેમ રહેમ રાહે નોકરી આપવા સહિતના વિવિાધ ૧૫ જેટલ પ્રશ્ને આંદોલન છેડાયું છે. આજે યોજાયેલ રેલીમાં પ્રાથમિક શિક્ષકો, સરકારી તાથા ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષકો, આચાર્ય સંઘ, ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓ, આરોગ્ય, કલેકટર કચેરી, મહેસૂલ, ગ્રામસેવક, તલાટી , ન્યાય ખાતું, વહીવટી સંઘ, ઉત્કર્ષ મંડળ, બહુમાળી ભવન વગેરેના કર્મચારીઓ જોડાયા હતા. 

દરમ્યાન કર્મચારીઓના આંદોલનને સમેટવા રાજ્ય સરકારે પાંચ મંત્રીઓની બનાવેલી સમિતિએ કર્મચારી મોરચાને  આગામી ૭ તારીખે મંત્રણા માટે બોલાવેલ છે. આ બેઠક પર રાજ્યના તમામ કર્મચારીઓની મીટ મંડાયેલી છે. આ બેઠકમાં સંતોષ કારક પરિણામ નહીં મળે તો આગામી સમયમાં રાજ્ય સયુંકત કર્મચારી મોરચા દ્વારા અગાઉ જાહેર કરાયેલ આંદોલન મૂજબ આગામી ૧૧ સપ્ટેમ્બરના ઝોન કક્ષાએ રેલી, ૧૭ તારીખે માસ સી.એલ., ૨૨ તારીખે પેન ડાઉન તાથા ૩૦ સપ્ટેમ્બરાથી રાજ્યના તમામ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાલ યોજાશે તેવું મોરચાના હોદદેદારો દ્વારા જણાવાયું હતું.

City News

Sports

RECENT NEWS