Get The App

કચ્છનું સફેદ રણ સમુદ્રમાં ફેરવાયું

- કચ્છ, ઉત્તર ગુજરાત અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પડેલા ભારે વરસાદનું પાણી ભરાતા

Updated: Sep 14th, 2019

GS TEAM

Google News
Google News
કચ્છનું સફેદ રણ સમુદ્રમાં ફેરવાયું 1 - image

અમદાવાદ, શુક્રવાર

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં પ્રસિદ્ધ અને દેશ-વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવું કચ્છનું સફેદ રણ આ વખતે ભારે વરસાદના કારણે જાણે કે સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેમ ભારે પાણી ભરાઈ ગયા છે. સૃથાનિક સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર રણોત્સવ વખતે પ્રવાસીઓ જે વિસ્તારમાં ફરવા આવે છે ત્યાં હાલ બે-અઢી ફૂટ જેટલા પાણી ભરેલા છે. પરિણામે નવેમ્બર માસાથી શરૃ થતા રણોત્સવમાં મુલાકાતીઓને સફેદ રણનો નયનરમ્ય નજારો નિહાળવા મળશે નહીં.

ભૌગોલિક સિૃથતિ અને દરિયાઈ તાથા વરસાદી પાણીના સમન્વયાથી કુદરતી રીતે રચાયેલું કચ્છનું સફેદ રણ પ્રવાસનાધામ તરીકે પ્રખ્યાત છે. તેમાંય અહી રણોત્સવ શરૃ થયા બાદ આ સૃથળનું મહત્વ વાધી ગયું છે. સામાન્ય રીતે નવેમ્બર માસાથી દિવાળી આસપાસાથી શરૃ થતા અને શિયાળાના ત્રણ મહિના ચાલતા રણોત્સવમાં હજારો મુલાકાતીઓ સફેદ રણની મજા માણવા આવે છે. પરંતુ આ વખતે પડેલા ભારે વરસાદના કારણે સફેદ રણમાં પાણી ભરાઈ ગયા છે.

કચ્છ જિલ્લામાં મોસમનો કુલ ૧૪ર ટકા વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં પણ ૯૩ ટકાથી વાધારે વરસાદ થઈ ગયો છે. આ ઉપરાંત રાજસૃથાન અને પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં પણ સારો વરસાદ થયો છે. આ તમામ પાણી કચ્છના સફેદ રણ વિસ્તારમાં ભરાયા છે. સફેદ રણની શરૃઆત જ્યાંથી થાય છે તેવા ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન ગુલબેગ વિગતો આપતા જણાવે છે કે, સફેદ રણમાં હાલ બે-અઢી ફૂટ પાણી ભરાયેલા છે, જો હવે વરસાદ નહીં વરસે તો આ પાણી ડિસેમ્બર મહિનાના અંત ભાગમાં માંડ સુકાશે. ત્યાર બાદ સફેદ રણ જોવા મળશે. વર્ષ ર૦૧પમાં આવી સિૃથતિ સર્જાઈ હતી.

સફેદ રણમાં મીઠા પાણીનું પ્રમાણ આ વખતે વાધી ગયું છે. ધોરડોથી ૬ કિ.મી. દુર પાર્કિંગ આવેલું છે. ત્યાંથી ર-૩ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સામાન્ય રીતે પ્રવાસીઓ હરતા-ફરતા હોય છે. આ એરિયામાં સમુદ્રની માફક પાણી હિલોળા લઈ રહ્યું છે. રણનો કુલ વિસ્તાર તો ખુબ મોટો છે, પણ બીજા વિસ્તારમાં પ્રવાસીઓ જઈ શકતા નાથી.

બીજી તરફ તંત્રના જણાવ્યા અનુસાર આ વર્ષે ર૮ ઓક્ટોબરાથી ર૩ ફેબુ્રઆરી સુાધીનો રણ ઉત્સવ જાહેર કરી દેવામાં આવ્યો છે. પરંતુ અડાધો રણ ઉત્સવ પુરો થઈ જશે ત્યાં સુાધી મુલાકાતીઓને સફેદ રણનો કુદરતી નજારો જોવા મળે તેવી કોઈ શક્યતા નાથી.

સફેદ રણ કેવી રીતે રચાય છે અને ચમકી ઉઠે છે?

લોકોમાં ભારે આકર્ષણ જગાવતું કચ્છનું સફેદ રણ કેવી રીતે રચાય છે? તેવો સવાલ થવો સહજ છે. ત્યારે અનુભવી સુત્રોના જણાવ્યા અનુસાર ક્રિક વિસ્તારમાં થઈને ભરતીના સમયે દરિયાનું પાણી સફેદ રણ વિસ્તારમાં આવી પહોંચે છે. દરિયાનું ખારૃ પાણી આ વિસ્તારમાં ભરાયા બાદ તડકો અને પવનમાં સુકાઈ જતા કુદરતી રીતે મીઠુ પાકે છે. આ મીઠા પર ચોમાસાનું વરસાદી પાણી વરસે એટલે ચીકાસ પેદા થાય છે. શિયાળામાં ઠંડી શરૃ થાય એટલે ચીકાશવાળુ આ મીઠુ જામી જાય છે તાથા આરસની માફક ચમકી ઉઠે છે. આશરે રપ૦ કિ.મી.ના વિશાળ વિસ્તારમાં થતી આ કુદરતી પ્રક્રિયા દ્વારા સફેદ રણની રચના થાય છે. દસકાઓાથી ચાલતી આ પ્રક્રીયાના કારણે મીઠાના જાડા થર જામી ગયા છે. જેમાં દર વર્ષે ઉપરનું નવું પડ ઉમેરાતું જાય છે.

Tags :