કચ્છની સત્ય ઘટના પરથી બનેલી ફિલ્મ 'હેલ્લારો'ની કાન્સ ફેસ્ટિવલમાં પસંદગી
- પુરૃષ પ્રધાન સમાજમાં સ્ત્રીઓના જીવનને દર્શાવતી ફિલ્મે દર્શકોના દિલ જીત્યા
- શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મની હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ અનેરી ઉડાન
ભુજ, બુધવાર
કચ્છની સત્ય ઘટના પરાથી પ્રેરણા લઈને બનેલી હેલ્લારો ફિલ્મને ભારત તરફાથી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં મોકલવાની જાહેરાત કરાતા ગુજરાતી અને કચ્છીઓમાં આનંદની લાગણી છવાઈ છે.
આ વર્ષે ભારત તરફાથી બે ફિલ્મ કાન્સમાં જવાની છે જેમાં એક મરાઠી ફિલ્મ માઈ ઘાટ છે અને બીજી ગુજરાતી ભાષામાં બનેલી કચ્છની ઐતિહાસીક ઘટના પર કંડારાયેલી હેલ્લારોને પસંદ કરાતા ગુજરાત માટે ગૈારવની વાત છે. હેલ્લારોએ ૬૬માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જીત્યો હતો. તો ગોવાના ૫૦માં આંતર રાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ખાતે પણ ભારતીય પેનોરમા ખાતેની સત્તાવાર રીતે તેની પસંદગી કરવામાં આવી હતી. કચ્છના રણના એક ગામના પિતૃપ્રાધાન આદેશ વચ્ચે રહેતી સ્ત્રીઓના ઓરતા અને તેના સાથે ઘટતી ઘટનાઓને બારીકાઈ પુર્વક વણી લેવામાં આવી છે. આ ફિલ્મનું શુટીંગ કચ્છના રણમાં બનાવવામાં આવેલા ગામના એક સેટમાં કરવામાં આવ્યું હતું. ગત વર્ષે રીલીઝ થયેલી આ ફિલ્મની ૧૩ મહિલા અભિનેત્રીઓએ પણ તેમના અભિનય બદલ વિશેષ જ્યુરી એવોર્ડ જીત્યો છે. શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ મેળવનારી તે પહેલી ગુજરાતી ફિલ્મ છે.