Updated: May 22nd, 2023
ભુજ,રવિવાર
૨૦૦૦ ની નોટ પાછી ખેચવાના રિઝર્વ બેન્કનાં નિર્ણયાથી રિટેલ માર્કેટમાં કે સામાન્ય વર્ગમાં કોઈ જાતનો ગભરાટ નાથી. મોટા માથાઓને ટેન્શન સર્જાયુ છે. કચ્છમાં પણ બે દિવસાથી માર્કેટયાર્ડ, બજાર, પેટ્રોલપંપો, જેવા રીટેલ બજારોમાં ૨૦૦૦ની નોટમાં લેવડ-દેવડ સામાન્ય જ રહી છે.શુક્ર તેમજ શનિવારે બેંકોમાં પણ કોઈ મોટો ઘસારો જોવા મળ્યો નાથી. જિલ્લા માથક ભુજ સહિત કચ્છની ગ્રામિણ વિસ્તારની બેંકોમાં ગ્રાહકોનો ખાસ કોઈ ધસારો જોવા મળ્યો નાથી.
શુક્રવારની સાંજે ૨૦૦૦ ની નોટ પાછી ખેંચાવાની જાહેરાત થતાં બેંકોમાં કચ્છમાં પણ શનિવારાથી જ ઘસારો થવાની ગણતરી હતી પરંતુ તેનાંથી તદ્દન વિપરીત સામાન્ય દિવસ જેવો જ ટ્રાફીક રહ્યો હતો. ગણ્યા ગાંઠયા બેંક ગ્રાહકો થોડી ઘણી માત્રામાં ૨૦૦૦ ની નોટ ખાતામાં જમા કરાવી હતી તેવું બેંકના સુત્રોએ જણાવ્યું હતુ. પરંતુ કોઈ લાઈન કે ઘસારાની સિૃથતિ ન હતી. બીજીતરફ ૨૦૦૦ ની નોટ બદલવાનું મંગળવારાથી શરૃ થવાનું છે. વાસ્તવિકતા એ છે કે સામાન્ય કે મધ્યમ વર્ગનાં લોકો પાસે કોઈ મોટી માત્રામાં ૨૦૦૦ ની નોટો હોતી નાથી અને કદાચ હોય તો પણ ૩૦ સપ્ટેમ્બર સુાધીનો સમય છે.બીજી તરફ રિટેલ માર્કેટમાં પણ ૨૦૦૦ ની નોટમાં વ્યવહારો નોર્મલ જ રહ્યા હતા.ભુજ સહિત તમામ તાલુકા માથકોએ આવેલી માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતો વચ્ચે અને રીટેલ માર્કેટમાં મોટી નોટમાં વ્યવહારો થતા રહ્યા હતા.
પેટ્રોલ પંપોમાં રૃ.૨૦૦૦ની ચલણી નોટ સાથે ઈંધણ પુરાવવા મથામણ
સરકાર દ્વારા રૃ.૨૦૦૦ના દરની ચલણી નોટ ચલણમાંથી રદ કરવાના નિર્ણયના પગલે ખાસ કોઈ અફરાતફરી જોવા મળતી નાથી પરંતુ ગરીબ અને મધ્યમવર્ગ પાસે રહેલી રૃ.૨૦૦૦ના ચલણી નોટોને વટાવવાની માથામણ શરૃ થઈ છે ત્યારે બે દિવસાથી ભુજ સહિત કચ્છમાં પણ પેટ્રોલ પંપ ઉપર રૃ. ૨૦૦૦ ની ચલણી નોટો આવવા લાગી છે. ભુજ શહેરના અનેકવિાધ પેટ્રોલ પંપોમાં બે દિવસાથી વાહન ચાલકો રૃા.૨૦૦૦ની ચલણી નોટ સાથે વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પુરાવવા લાગ્યા છે. રૃા.૨૦૦૦ની નોટના બદલામાં જરૃરીયાત મુજબનું ઈંધણ પુરાવી રહ્યા છે. જોકે સરકારે હજુ તા.૩૦મી સપ્ટેમ્બર સુાધી નોટ ચલણમાં અમલી રહેવાની હોવાથી લોકોએ રાહત અનુભવી છે. છતા પણ પોતાની પાસે રહેલી રૃા.૨૦૦૦ની નોટોનો નિકાલ કરવા દોડાધામ રહેશે.