ભુજમાં ધોળા દહાડે વૃધ્ધાને મારમારીને દાગીનાની લૂંટ
- અજાણ્યા લૂંટારૃઓ ગળુ દબાવીને બાથરૃમમાં મહિલાને પુરી ગયા હતા
ભુજ,સોમવાર
શહેરના નવી ઉમેદનગર કોલોની વિસ્તારમાં ધોળા દિવસે મહિલાને મારમારીને સોનાના દાગીનાની લૂંટ ચલાવ્યાની ઘટનાએ ચકચાર મચી જવા પામી છે.
સાંજે ૪.૩૦ વાગ્યાના અરસામાં નવી ઉમેદનગર કોલોનીમાં રહેતા દમયતીબેન કરશનભાઈ સોલંકી પોતાના ઘરમાં એકલા હતા ત્યારે અચાનક અજાણ્યા લૂંટારૃઓએ તેના પર બેભાનની દવા છંટકાવ કરીને તેઓને બેશુદ્ધ કરી દીધા હતા ત્યાર બાદ સોનાના દાગીના બે તોલાની બે બંગડી, કાનમાં પહેરવાની બે બુટી, બે તોલાની ચેઈન મળી કુલ ર લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવીને આ ઈસમો ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા લોકો એકત્ર થઈ ગયા હતા. સૃથાનિકોના કહેવા જણાવ્યા પ્રમાણે અજાણ્યા ઈસમોએ રેકી કરીને આ બનાવને અંજામ આપ્યો હતો. ૭૪ વર્ષીય વૃધૃધાને મારમારી અને ગળુ દબાવીને લોહી નીકળતી હાલતમાં લૂંટારૃઓ મહિલાને બાથરૃમમાં બંધ કરીને નાસી ગયા હતા. લોક ડાઉનમાં આ બનાવ બનતા કોલોની વિસ્તારમાં રહેતા નાગરીકો ભયભીત બન્યા છે. બનાવ અંગે પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સૃથળે ધસી ગઈ હતી અને સીસીટીવી ફુટેઝ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.