Get The App

માંડવીના ગોધરાની યુવતી પર દુષ્કર્મ આચરી લવ જેહાદ માટે દબાણ કરનાર શખ્સ દબોચાયો

Updated: Oct 18th, 2024

GS TEAM

Google News
Google News
માંડવીના ગોધરાની યુવતી પર દુષ્કર્મ આચરી લવ જેહાદ માટે દબાણ કરનાર શખ્સ દબોચાયો 1 - image

- જીયાદ શેખે જીગર બની યુવતીને ફસાવી, યુવતીએ લગ્ન કરવાનું કહેતા ધર્મપરિવર્તન કરી લેવા દબાણ કર્યું  

ગાંધીધામ : મુંબઈ ખાતે રહેતી મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામની યુવતીને હિંદુ નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધી ધર્મપરિવર્તન કરી લેવા દબાણ કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે.

પૂણે ખાતે રહેતા જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખે ત્રણ વર્ષ અગાઉ જીગર નામની ફેક આઈડી મારફતે યુવતી જોડે પરિચય કેળવીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. જે બાદ યુવતીએ લગ્ન કરવા કહેતાં જીયાદે પોતે મુસ્લિમ હોવાનું જણાવીને યુવતીને ધર્મ પરિવર્તન કરી લેવા જણાવ્યું હતું. જો કે, યુવતીએ તે માટે ઈન્કાર કરી તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં જીયાદ સતત યુવતી સાથે મનમેળ કરવા પ્રયાસો કરતો રહેતો હતો. તેનાથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં રહેવા આવી ગયાં હતાં. જ્યાં થોડા માસ અગાઉ યુવતીની સમાજના યુવક સાથે સગાઈ થઈ હતી. જેથી જીયાદે ઉશ્કેરાઈને યુવતી સાથેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. જે બાદ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને દબોચી લીધો હતો. જેથી આરોપીને હવે શનિવારે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન જીયાદે કેટલી યુવતીઓને ફસાવી તે સહિતની વિગતો મેળવશે તેવું પોલીસ વિભાગ તરફથી જાણવા મળ્યું હતું.