Get The App

નલિયામાં સીઝનનું સૌથી નીચું તાપમાનઃ ૧ર.૬ ડિગ્રી સાથે ઠર્યુ

- ચારેય મથકોનું લઘુત્તમ તાપમાન ર૦ ડિગ્રીની નીચે ભુજમાં ૩પ.ર ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક

Updated: Nov 14th, 2021

GS TEAM


Google News
Google News
નલિયામાં સીઝનનું સૌથી નીચું તાપમાનઃ ૧ર.૬ ડિગ્રી સાથે ઠર્યુ 1 - image

ભુજ, શનિવાર

નવેમ્બર માસનું પ્રાથમ પખવાડિયું પૂર્ણ થવાના આરે છે ત્યારે ઠંડાની પકડ વધુ મજબૂત બની છે. લઘુત્તમ તાપમાન ધીમે ધીમે નીચે ઉતરી રહ્યંુ છે. કચ્છના ચારેય માથકો પર તાપમાનનો પારો ર૦ ડિગ્રીની નીચે રહેવા પામ્યો છે. નલિયામાં સીઝનનું સૌથી નીચું તાપમાન ૧ર.૬ ડિગ્રી સે. નોંધાયું છે. 

ઉત્તર-પૂર્વના પવનોના લીધે ઠંડીનો પારો નીચે ઉતરી રહ્યોછે. નલિયા તેમજ આસપાસના વિસ્તારોમાં મોડી રાતાથી વહેલી સવાર સુાધી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. લોકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી. ગઈકાલની તુલનાએ ૧.ર ડિગ્રી પડી હતી. ગઈકાલની તુલનાએ ૧.ર ડિગ્રી જેટલું ઘટીને નલિયામાં ૧ર.૬ ડિગ્રી સે. નોંધાયું હતું. રાજ્યનું સૌથી ઠંડું માથક રહેવા પામ્યું હતું.

જિલ્લા માથક ભુજમાં મહત્તમ તાપમાન ૩પ.ર ડિગ્રી નોંધાતા રાજ્યનું સૌથી ગરમ માથક બન્યું હતું. બપોરે ૧થી ૪ વાગ્યાના સમય દરમિયાન લોકોને ગરમી અનુભવાઈ હતી. લઘુત્તમ તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ ૪ કિ.મી.ની અને દિશા ઉત્તર-પૂર્વની રહી હતી.

કંડલા પોર્ટમાં લઘુત્તમ તાપમાન ૧૭.પ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૧૪.પ ડિગ્રી નોંધાયું હતું.

Tags :