Get The App

ગર્ભાશયના આંતરરાષ્ટ્રીય કક્ષાના ઓપરેશન કરવાના પાઠ ભણાવાયા

- ભુજની જનરલ હોસ્પિટલમાં

- ૮ દર્દીઓ ઉપર એન્ડોસ્કોપિક અને હિસ્ટ્રોસ્કોપિક વડે શસ્ત્રક્રિયા કરાઈ

Updated: Sep 26th, 2019

GS TEAM


Google News
Google News
ગર્ભાશયના આંતરરાષ્ટ્રીય કક્ષાના ઓપરેશન કરવાના પાઠ ભણાવાયા 1 - image

ભુજ, બુધવાર

ભુજની જનરલ હોસ્પિટલ દ્વારા ઈન્ડીયન એસોસિયેશન ઓફ ગાયનેકોલોજીકલ એન્ડોસ્કોપિક સંસૃથાના ઈગલ પ્રોજેકટના સહકારાથી ગર્ભાશયના  અત્યાધુનિક એન્ડોસ્કોપિક અને હિસ્ટ્રોસ્કોપિક સાધનો વડે આંતરરાષ્ટ્રીય પ્રકારની શસ્ત્રક્રિયાની તાલીમ ભુજની જનરલ હોસ્પિટલમાં આપવામાં આવી હતી.  

ગર્ભાશયની કોથળી કાઢવી, ગર્ભાશયમાં રહેલા ફાઈબ્રોઈડ ગાંઠ અને અંડાશયની ગાંઠ, ગર્ભાશયના પર્દાની સમસ્યા તાથા તેમાં રહેલી માસના દર્દાથી દર્દીને એન્ડોસ્કોપિક અને હિસ્ટ્રોસ્કોપિક ઓપરેશનની દર્દીને એક અઠવાડીયા સુાધી રાખવાને બદલે એક જ દિવસમાં જ ઘરે જવાની છુંટ આપવામાં આવે છે. અત્રેની હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ ભારતના આ ક્ષેત્રમાં સર્જન ડોકટર હાજર રહીને જી.કેમાં ૮ દર્દીઓ પર શસ્ત્રક્રિયા કરી નવી પેઢી તૈયાર કરવા પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ પ્રત્યક્ષ જ્ઞાનાથી કોલેજના ગાયનેક વિદ્યાર્થીઓ  અને રેસિડેન્ટ ડોકટરોમાં નવી શૈક્ષણિક દ્રષ્ટિ ખુલશે. ભવિષ્યમાં આ શાખાને નવું માર્ગદર્શન મળશે. આ પ્રકારની શસ્ત્રક્રિયા વેશ્વિકસ્તરે છેલ્લા ૫ વર્ષાથી કરવામાં આવે છે. જર્મનીમાં આ પધૃધતિની શોધ થઈ હતી અને કચ્છમાં પણ  તેનો વ્યાપ વાધશે. ભારતમાં પ્રાથમ વખત કોલેજના તબીબોને તૈયાર કરવા એક જ પખવાડીયામાં બીજીવખત સેમિનાર યોજવામાં આવ્યો હતો.  

Tags :