કચ્છની ઐતિહાસિક ધરોહર સમા ભુજીયા ડુંગરે મેળામાં લોકો ઉમટયા
- નાગ પંચમીના દિવસથી શ્રાવણી મેળાનો પ્રારંભ
ભુજ, તા.5 ઓગસ્ટ 2019, સોમવાર
ભુજમાં છેલ્લા ૨૮૯ વર્ષાથી રાજ પરંપરા મુજબ નાગપંચમના ભુજીયા ડુંગરનો મેળો યોજાયો હતો. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમોની સાથે શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રાવણી તહેવારોની શરૂઆત થઈ હતી, ભુજીયા ડુંગરના મેળામાં સવારાથી જ લોકો ઉમટી પડયા હતા.
વીસ વાહનો સાથે શાહી સવારી તળેટીએ પહોંચી ભુજંગે દેવની પૂજા-અર્ચના કરાઈ
કચ્છની ઐતિહાસિક ધરોહર સમા ભુજીયા ડુંગર પર બિરાજમાન ભુજંગ દેવની પુજા અર્ચના સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પ્રારંભ થયો હતો. કચ્છના રાજવી મહારાઓ પ્રાગમલજી ત્રીજાના આદેશ મુજબ ભુજીયા ડુંગર ઉપર ભુજંગ ખેતરપાળ દાદાની પુજા અર્ચના રોહા જાગીર પરિવારના ઠાકોર પુષ્પેન્દ્રસિંહજી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી. સવારના પ્રાગમહેલ સિૃથત કુળદેવીની પુજા બાદ વીસેક જેટલા વાહનો સાથે શાહી સવારી ભુજીયાની તળેટીએ પહોંચી હતી.
ભુજ સહિત આસપાસના ગામોમાંથી લોકો મેળામાં ઉમટી પડયા હતા. બાળકો માટે રમકડા અને ખાણીપીણીના લારી, ગલ્લાઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. કચ્છમાં સારા વરસાદનો પ્રારંભ થયો હોવાથી લોકોમાં આનંદ છવાયો હતો. અહીં ડુંગર પર લીલોત્તરી છવાયેલી જોવા મળી હતી.
સરકાર દ્વારા સ્મૃતિવન અંતર્ગત ભુજીયા કિલ્લાની મરંમત ચાલી રહી હોવાથી આગામી વર્ષોમાં ભુજીયાના મેળાનું આકર્ષણ લોકોમાં વાધશે. આજના કાર્યક્રમમાં માંડવી, મુંદરા વિભાગના ધારાસભ્ય, કચ્છ બોર્ડર રેન્જના આઈજી, નગરપાલિકા અધ્યક્ષા, વિવિાધ જ્ઞાતિઓ અને સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.