ડોકટરોએ રેમડેસીવીર ઈન્જેકશન ન આપતા મોત થયાનો પરિવારનો આક્ષેપ
- મરનાર દર્દીના પરીવારજનોના જી.કે જનરલના ડોક્ટરો પર ગંભીર આક્ષેપ
- લથડતી તબીયતમાં ઈન્જેકશન આપવા સતત રજુઆત છતાં દાદ ન અપાયાનો આક્ષેપ
ભુજ, ગુરૃવાર
કચ્છમાં થોકબંધ આવતા કોરોના કેસ વચ્ચે હવે દર્દીઓના મોતનો આંક પણ વાધી રહ્યો છે. ગઈકાલે બે મોત સાથે આજે વધુ બે વૃધૃધના મોત નીપજ્યા છે. જેમાં આદિપુરના વૃધૃધના મોત પાછળ જી.કેના ડોકટરોને જવાબદારો ઠેરવીને તેના પરીવારજનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે. હાલે કોરોના દર્દીઓને જીવતદાન આપનારુ રેમડેસીવીર ઈન્જેકશન આપવાની તાતી જરૃરીયાત છતાં ડોક્ટરોએ ન આપતા વૃધૃધનું મોત નીપજ્યું હોવાનું પરીવારજનોએ આક્ષેપ કર્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ આદિપુરના ૬૫ વર્ષના હિરાલાલ ટેકચંદ ઠક્કરને તા. ૨૧ જુલાઈના જી.કેમાં દાખલ કરાયા હતા. ગત માધરાતે તેમનું મોત નીપજતા પરીવારજનોએ ડોકટરની બેદરકારી થકી મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. મૃતકના પુત્રોના જણાવ્યા મુજબ દર્દીની હાલત કાથળતી હતી તે જોતા તેને જીવનદોરી સમાન રેમડેસીવીર ઈન્જેકશન આપવા અમારા દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ ડોક્ટરોએ દર્દીની સિૃથતી જોતા તેની જરૃર નાથી તેમ કહીને ઈન્જેકશન આપ્યું ન હતું. પરીણામે ગત માધરાતે અંતે વૃધૃધે દમ તોડી દિાધો હતો. તો બીજીતરફ જી.કેના સિવિલ સર્જન કશ્યપ બુચે આ અંગે બચાવ કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર સ્ટેટ લેવલે રચાયેલી ટાસ્ક ફોર્સના નિષ્ણાંત તબીબોના માર્ગદર્શન કરાય છે. તેઓ સમક્ષ આ દર્દીની મેડીકલ સિૃથતી મુકાતા તેઓએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે રેમડેસીવીર આપવાની જરૃરીયાત નાથી, જેાથી ઈન્જેક્શન અપાયું ન હતું. બીજીતરફ આ દરમિયાન તેઓના પરીવારજનો અમારા પર ઈન્જેકશન આપવા સતત દબાણ તાથા ગેરવતુર્ણક સાથેનું વર્તન કરી રહ્યા હતા. હકીકતમાં દર્દીને અંતિમ ઘડીએ જી.કેમાં લવાયા હતા. ગાંધીધામમાં અનેક હોસ્પિટલમાં ફર્યા બાદ અહીં લવાયા હતા ત્યારે તેમનું ઓક્સીજન લેવલ અત્યંત ઓછું હતું. જેાથી સીધા વેન્ટીલેટર પર મુકાયા હતા. અમને પુરતી સારવાર કરવાનો સમય પણ મળ્યો ન હતો. ઈન્જેકશન આપવાના મુદે અમદાવાદ ખાતેના તબીબોના અભિપ્રાયના આાધારે ઈન્જેકશન અપાયું ન હતું. જો કે, હાલે વૃધૃધનું મોત નીપજતા પરીવારજનો પોતાના મુદાને આગળ ધરીને તંત્રની લાપરવાહીને જવાબદારો ગણીને આ મુદે તપાસ કરવાની માંગણી હોબાળો કર્યો હતો.