શંખનાદ તથા ઘંટનાદ સાથે કચ્છમાં મંદિરો તેમજ દેવાલયોના દ્વાર ખૂલ્યા
- લોકડાઉનના કારણે ૭પ દિવસ જેટલા લાંબા સમય સુધી બંધ રહ્યા
ભુજ, સોમવાર
કોરોનાના પગલે લોકડાઉન અમલી થતા કચ્છ સહિત સમગ્ર દેશમાં ધર્મસૃથાનો પણ બંધ રહ્યા હતા. જે અનલોક-૧માં વહીવટી તંત્રની મંજૂરીથી આજે ખોલવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના પૈરાણિક અને ઐતિહાસિક દેવાલયો તાથા મંદિરો આજરોજ વહેલી સવારે ઘંટનાદ, શંખનાદ સાથે ખુલ્યા હતા. ઈતિહાસમાં પ્રાથમ વખત મહામારીના કારણે બંધ રહેલા મંદિરો પુરા ૭૫ દિવસ બાદ સરકારની ગાઈડ લાઈન મુજબ નવા નિયમોના ચુસ્તપાલન સાથે દર્શનાર્થીઓ માટે ખુલવા પામ્યા હતા. ભારતના પવિત્ર સરોવરમાના એક એવા જિલ્લાના છેવાડાના આવેલા યાત્રાધામ નારાયણસરોવરમાં વૈષ્ણવ સંપ્રદાયના ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, ગોવાર્ધન નાથજી, દ્વારકાનાથ, આદિનારાયણ, રણછોડદાસજી અને લક્ષ્મીજીના મંદિરોના દ્વારા ખુલ્યા હતા. પાકિસ્તાતની સરહદે સમુદ્ર તટે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરનું પણ આગવું સૃથાન ધરાવે છે. તો ભારતની સરહદે આવેલું આ અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતર રાષ્ટ્રીય સરહદ શરૃ થાય છે. યોગાનુ યોગ સોમવાર અને આ શીવ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ભુજમાં આવેલું સ્વામિ. સંપ્રદાયનું નરનારાયણ દેવ તાબા હેઠળનું નૂતન સ્વામિ. મંદિર હરિભક્તો માટે સવારે ૭ થી ૧૦ અને સાંજે ૪ થી ૭ વાગ્યા સુાધી ખુલ્લું રહેશે. પુર્વ કચ્છમાં આવેલા ઐતિહાસિક રવેચી માતાજીનું મંદિર સરકારના ચુસ્ત ગાઈડ લાઈન સાથે આજરોજ ખોલવામાં આવ્યું છે. મા રવેચીના મંદિર નજીક આવેલા તળાવનું પણ અનેરૃ મહત્વ છે. આ તળાવમાં આજે પણ કમળના ફુલોથી દીપી ઉઠે છે. આ મંદિર માલાધારીઓ અને પશુ પક્ષીઓ માટે પણ અનેરૃ મહત્વ ધરાવે છે. આ મંદિરમાં અન્ય દેવી-દેવતાના પાળીયા આવેલા છે. ભુજ તાલુકાના દેશલપર નજીક આવેલ સંસ્કાર ધામ મધ્યે આવેલ લક્ષ્મીનારાયણ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ તાથા પંડિતો ઉપસિૃથત રહ્યા હતા.
પશ્ચિમ કચ્છમાં આવેલું અને દેશભરના માઈભક્તો માટે આસૃથાનું પ્રતિક ગણાતા માતાનામઢ ખાતે આવેલું મા આશાપુરાનું મંદિર સરકારના આદેશ બાદ આજાથી માતાજીના ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવ્યું છે. તો ભુજ સિૃથત આશાપુરાનું પ્રસિધૃધ મંદિરના દ્વાર માઈભક્તો માટે દર્શનાર્થે ખુલ્યા છે. માંડવીમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બે માસ અને ૧૮ દિવસ બાદ આજે ખુલ્યું હતું.
મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ખાતેના ઐતિહાસિક વસઈ જૈન તીર્થને પણ નીયમો સાથે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તો માંડવી તાલુકાના કોડાય પુલ પાસે આવેલા જૈન સંપ્રદાયના પ્રસિધૃધ ૭૨ જિનાલયમાં આજાથી દર્શન થશે. વાંઢાય મધ્યે આવેલા પાટીદાર સમાજના કુળદેવી ઉમીયા માતાજીનું મંદિર અને ઉમાપતિ મહાદેવ મંદિરમાં આજાથી ભાવિકો દર્શનનો લાભ લઈ શકશે.
અંજારના નગરજનોની આસૃથા સાથે જોડાયેલા માધવરાય મંદિર આજાથી ભાવિકો દર્શન કરી શકશે. જિલ્લામાં મોટાભાગના દેવસૃથાનો દ્વાર આજાથી દર્શનાર્થીઓ માટે સરકારના નવા નિયમોના ચુસ્ત પાલન સાથે ખોલવામાં આવ્યા છે. તો જે-તે મંદિરના પુજારીઓ ટ્રસ્ટીઓ પણ સરકારના આદેશનો કડક અમલવારી દર્શનાર્થીઓને કરાવે એ હાલની પરિસિૃથતીમાં જરૃરી છે.
જેસલ-તોરલના મંદિરેથી સવારે દર્શનાર્થીઓને પરત ફરવું પડયું
અંજારનું સુપ્રસિધૃધ જેસલ-તોરલનું મંદિર લોકડાઉનમાં બંધ રાખ્યા બાદ મામલતદાર દ્વારા ખોલવાનો આદેશ ન કર્યો હોવાથી જાગીર શાખા હેઠળ ચાલતા આ મંદિર ન ખોલાતા દર્શનાર્થીઓ પરત ફર્યા હતા. ત્યારબાદ અંજાર મામલતદારને ટેલીફોનિક વાત થયા બાદ તુરંત જ મંદિર આદેશ કરાયા હતા.
૭૫ દિવસ બાદ કોમી એકતાના પ્રતિક હાજીપીરની દરગાહ ખુલી
કોરોના મહામારીના કારણે ૭૫ દિવસ બાદ કોમી એકતાના પ્રતીક સમા હાજીપીરની દરગાહ ખુલ્લી મુકવામાં આવતા પ્રાથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ માથું ટેકવ્યું હતું. કચ્છની રણકાંધીએ આવેલા હાજીપીર બાબાની દરગાહ છેલ્લા ૭૫ દિવસાથી બંધ હતી. જેને આજે મુજાંવર પરીવારના હાથે
સવારે તાળું ખોલીને વિાધીસર ખોલવામાં આવી હતી. દરગાહમાં આવતા પહેલા ભાવિકોને સાબુાથી હાથ ધોવાના, માસ્ક પહેરવું, હાથ સેનેટાઈઝ કરવા , સામાજિક અંતર જાળવવું વગેરે સુચનાઓનું પાલન કરવાનું રહેશે. પ્રાથમ દિવસે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સરકારની ગાઈડલાઈના મુજબ હાલે ચાદર, પ્રસાદ સ્વીકારવામાં આવશે નહી.