Get The App

રેલવેનો તઘલખી નિર્ણય, કચ્છમાંથી મુંબઈની પાર્સલ સેવા અચાનક બંધ

- કેસર કેરી, મસાલા અને ઘઉં સહિતની વસ્તુઓ મોકલવાની સિઝનમાં જ

- રેલવે દ્વારા ૩ રૃપિયે કિલો લેખે લઈ જવાતા સામાન માટે હવે ખાનગી ટ્રાન્સપોર્ટરો કિલોએ રૃ.૧પથી ર૦ પડાવી રહ્યા છે : લોકો સાથે લૂંટ

Updated: Jun 5th, 2020

GS TEAM

Google News
Google News
રેલવેનો તઘલખી નિર્ણય, કચ્છમાંથી મુંબઈની પાર્સલ સેવા અચાનક બંધ 1 - image

ભુજ, ગુરૃવાર

લોકડાઉનમાં છૂટ મળ્યા બાદ હવે ધીમે ધીમે જનજીવન થાળે પડી રહ્યું છે. તેવા સમયે જ રેલવે દ્વારા એક તઘલખી નિર્ણય લઈને કચ્છમાંથી મુંબઈની પાર્સલ સેવા અચાનક જ બંધ કરી દેવામાં આવતા માલ-સામાનના પરિવહન પર ભારે માઠી અસર પડી છે. રેલવે તંત્ર આવશ્યક સેવા ગણાતી હોવાછતાં અિધકારીઓએ કોમર્શિયલ અભિગમ દાખવીને નફા-નુકસાનની ગણતરી કરીને આ નિર્ણય કર્યો છે. ત્યારે તાત્કાલિક અસરાથી પાર્સલ સેવા શરૃ કરવામાં નહીં આવે તો આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

રેલવે વિભાગ દ્વારા ગત તા.ર૭ મેાથી કચ્છમાંથી મુંબઈ સુાધીની પાર્સલ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ અંગે રજૂઆત કરતા જૈન સમાજના અગ્રણી ભરત સંઘવીએ જણાવ્યું છે કે, કોરોનાના સમયમાં પાર્સલ સેવા ચાલું હતી. પરંતુ હવે બધુ ખૂલી ગયું છે તેવા સમયે જ વિચિત્ર નિર્ણય લઈને અિધકારીઓએ પાર્સલ સેવા બંધ કરી દેવાનો પ્રજા વિરોધી નિર્ણય કર્યો છે. કચ્છમાંથી અત્યારે લોકો મોટા પ્રમાણમાં કેરી, ઘઉં, દેશી ઘી, મસાલા, મીઠાઈઓ, દુાધની બનાવટો વગેરે વસ્તુઓ મુંબઈ મોકલવામાં આવતી હોય છે. આ બાધા લોકોને હાલ મોંઘા ભાડા ચૂકવીને ખાનગી ટ્રાન્સપોર્ટમાં વસ્તુઓ મોકલવી પડે છે. રેલવે દ્વારા અગાઉ ૬ રૃપિયા પ્રતિ કિલો ચાર્જ વસૂલ કરાતો હતો, જે ચાર્જ કોરોનાના સમયમાં ઘટાડીને રૃ.૩ કરી નાંખવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે પાર્સલ સેવા બંધ કરી દેવાતા ખાનગી ટ્રાન્સપોર્ટરોને બખ્ખા થઈ ગયા છે. ખાનગી ટ્રાન્સપોર્ટરો લોકો પાસેાથી કિલોએ રૃ.૧પાથી ર૦ સુાધીના ભાવ પડાવી રહ્યા છે. આ અંગે સાંસદ, રાજ્ય સરકારના મંત્રી અને કિસાન સંઘ સહિતની સંસૃથાઓ તાથા આગેવાનોને રજૂઆત કરવામાં આવી છે. તાથા રેલવે તંત્ર દ્વારા કચ્છાથી મુંબઈની પાર્સલ સેવા શરૃ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બિનરાજકીય આંદોલન છેડવાની તૈયારી શરૃ કરવામાં આવી છે.

સંપૂર્ણ સેવા બંધ નથી કરાઈ, પુરતા પાર્સલ હોતા નથી - રેલવે તંત્ર

ગાંધીધામ સિૃથત રેલવેના અિધકારી પઠાણે આ અંગે જણાવ્યું હતું કે પાર્સલ સેવા સંપૂર્ણ બંધ કરવામાં આવી નાથી. હાલ દિવસમાં માત્ર ત્રણેક ટન જેટલા પાર્સલ આવે છે. જેને મોકલવાનો ખર્ચ પાંચ લાખ રૃપિયા જેવો થવા જાય છે. માટે રેલવેને આ ખર્ચ પોષાય તેમ નાથી. રર ટન જેટલા પાર્સલ એક દિવસમાં એકત્ર થતા હોય તો જ પાર્સલ સેવા શરૃ કરવી શક્ય છે.

Tags :