તંત્રએ ફરી એક વખત અબડાસાની પેટા ચૂંટણી માટેની તૈયારી આદરી
ભુજ,શનિવાર
ગુજરાત વિાધાનસભાની ૧૮૨ બેઠકોમાં નંબર વન ગણાતી અબડાસા વિાધાનસભાની ફરી એક વખત પેટાચૂંટણીની ચોપાટ શરૃ થવાની છે.ભુજમાં જિલ્લા ચૂંટણી તંત્રના મુંદરા રોડ ઉપર બનેલા વિશાળ સ્ટ્રોંગ રૃમમાં સાચવવામાં આવેલા ઇલેકટ્રોનિક વોટિંગ મશીન તપાસવા ઇજનેરોની ટીમ કામે લાગી છે.
અબડાસા વિાધાનસભામાં ત્રણ તાલુકાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ૨ લાખ ૩૪ હજાર જેટલા મતદારો છે .લોકશાહી પ્રણાલી પ્રમાણે ચૂંટણી હંમેશાં પાંચ વરસે આવે પરંતુ કોઇ ચૂંટાયેલા સભ્ય આૃધવચ્ચે રાજીનામું આપે તો ચૂંટણીપંચના નિયમો પ્રમાણે છ મહિનામાં ફરી ચૂંટણી કરવી પડે છે. અબડાસાના ધારાસભ્ય પી.એમ.જાડેજાએ માર્ચ મહિનામાં લોકડાઉન પૂર્વે રાજીનામું આપ્યું ને પાછળાથી અચાનક લોકડાઉન આવી ગયું, તેની વચ્ચે હાલમાં જ રાજ્યસભાની ચૂંટણી પણ પૂર્ણ થઈ છે.ત્રણ મહિના વીતી ગયા, હવે નિયમો પ્રમાણે ત્રણ મહિના બાકી છ.ે અબડાસા બેઠક ઉપર અત્યારે ૩૭૬ બૂાથ આવેલા છે, જ્યાં ૧૧૨૮ કન્ટ્રોલ યુનિટ, વી.વી.પેટ વગેરેના સેટની જરૃરત હોવાથી તમામ પરીક્ષણ થઇ રહ્યા છે. ઇજનેરો દ્વારા દરેક મશીનનું પરીક્ષણ કરી તેને તૈયાર કરવામાં આવે છે. આ તમામ કામગીરી સીસીટીવીના કેમેરા સામે કરવામાં આવી રહી છે. પ્રત્યેક બૂાથદિઠ પાંચ ઉપરાંત ઝોનલ, પ્રિસાઈડિંગ વગેરે મળીને અંદાજિત ચાર હજાર કર્મચારી-અિધકારીઓની જરૃરત પડવાની હોવાથી સ્ટાફની તૈયારી પણ કરવામાં આવી રહી છે.