ભુજમાં અમદાવાદની મહિલાની શંકાસ્પદ વર્તણૂંકઃ વુમન કોન્સ્ટેબલ સાથે ધોલધપાટ

- બન્ને પગ બરાબર હોવા છતાં ઘોડી લઈને ચાલતી હોવાથી શંકા

- ભાનુશાલીનગરમાં એકલી ભાડે રહી ફૂટપાથ ઉપર ક્રાફ્ટ બિઝનેસ કરતી મૂળ પશ્ચિમ બંગાળની મહિલા સામે અરજી કરાઈ હતી

ભુજ,રવિવાર

ભુજના પોશ વિસ્તાર ભાનુશાલીનગરમાં સપના એપાર્ટમેન્ટમાં છેલ્લા ત્રણેક માસાથી એકલી ભાડે રહેતી મહિલાની વર્તણુક શંકાસ્પદ હોવાની મકાન માલિકે પોલીસને અરજી કરતા આજે તપાસ માટે ગયેલી એસઓજીના કર્મીઓને ગાળો ભાંડી આ મહિલાએ લેડી પોલીસ કોન્સ્ટેબલ સાથે પણ ધોલાધપાટ કરી હતી જેના પગલે તેની વિરૃધૃધ ગુનો દાખલ કરીને મુળ પશ્ચિમ બંગાળની મહિલાની ધરપકડ કરાઈ હતી. કોર્ટે જામીન મંજુર ન કરતાં જેલહવાલે કરવામાં આવી હતી. 

આ મહિલાના બેઉ પગ બરાબર હોવા છતા તે ઘોડીને લઈને ચાલતી હોવા સહિતની કેટલીક વર્તણુક શંકાસ્પદ હોવાની અરજી મકાન માલિક અરવિંદગરે કરી હતી તેના આાધારે તપાસ કરી રહેલી પોલીસ સાથે ગેરવર્તન કરનાર મહિલા સામે કાયદેસર કાર્યવાહી કરાઈ છે. એસ.ઓ.જી. પોલીસનું કહેવું છે કે, આ મહિલાના ઘરમાંથી લેપટોપ, ફોન, દસ્તાવેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે મહિલાને સાથે રાખીને મકાનની જડતી લેતા લેપટોપ, મોબાઈલ ફોન, ડાયરી અને કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. હિંદી, અંગ્રેજી ભાષા જાણતી આ મહિલાએ આજે પોલીસ સાથે કરેલા વર્તણુકના પગલે પોલીસને શંકા વધુ દ્રઢ બની છે. મકાન માલિક દ્વારા જે અરજી આપવામાં આવી હતી જેના પગલે સ્પેશ્યિલ ઓપરેશન ગુ્રપે તપાસ શરૃ કરી હતી. જે મહિલાને એસઓજી કચેરીએ બોલાવાઈ હતી. જો કે તે આવી ન હતી. દરમિયાન મકાન માલિક આ મહિલાને ગત રોજ બપોરે અઢી વાગ્યાના અરસામાં વીડી હાઈસ્કુલ પાસે જોઈ જતા તેમણે તેને એસઓજી કચેરીએ જવાબ લખાવવા પોતાની સાથે આવવા જણાવ્યુ હતુ જેના પગલે મહિલા ભડકી હતી અને મકાન માલિક સાથે રસ્તામાં જ ડખ્ખો કર્યો હતો. અરજદારે એસઓજીને તાત્કાલીક જાણ કરતા એસઓજીની ટીમ વીડી હાઈસ્કુલ નજીક પહોંચી ગઈ હતી. આ મહિલાએ એસઓજીની ટુકડી સાથે પણ ગેરવર્તાવ કર્યો હતો. જવાબ લખાવવા માટે આપેલી નોટીસમાં સહી કરવા ઈન્કાર કરીને ત્યાંથી નાસી જવા પ્રયાસ કર્યો હતો. એસઓજીની ટીમ તેને જીપમાં બેસાડીને કચેરીએ લઈ આવી હતી. અહિં પણ પોલીસ પુછપરછમાં સહયોગ આપવાને બદલે જોરાથી બુમાબુમ કરીને એસઓજી કચેરીને માથે લીધી હતી. જેમ તેમ કરીને આ મહિલાને પોતાનું નામ નબીના શ્રીઆમલેન્દુ નાગ હોવાનું અને પોતાની ઉંમર ૫૦ વર્ષ હોવાનું તેમજ પોતે અમદાવાદના થલતેજના વિનસ એપાર્ટમેન્ટમાં રહેતી હોવાનું જણાવ્યુ હતુ.

નબીનાની શંકાસ્પદ વર્તણુક જોઈને એસઓજીની ટીમ સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલોને સાથે રાખીને ભાનુશાલીનગરમાં આવેલા તેના ભાડાના ઘરની જડતી લેવાનું નક્કી કર્યુ હતુ. પોલીસ નબીના અને મૂળ મકાન માલિકને સાથે રાખી સપના એપાર્ટમેન્ટના મકાને પહોંચી ત્યારે મકાનને બે તાળા મારેલા હતા. નબીનાએ તળા ખોલવાનો ઈન્કાર કરી દીધો હતો અને ફરી જોર જબરદસ્તી કરી હતી. પોલીસે તેની આ વર્તણુકનો વિડીયો રેકોર્ડિંગ કરી લીધુ હતુ. 

ભારે માથાકુટ બાદ માંડ માંડ તાળા ખોલાવી પોલીસે અંદર પ્રવેશી હતી અને મકાનમાં તપાસ કરતા અંદરાથી એક લેપટોપ, મોબાઈલ ફોન અને ડાયરી તેમજ કેટલાક દસ્તાવેજો મળ્યા હતા. આ અંગે મહિલા પોલીસ કોન્સ્ટેબલ સ્મિતા ગાલોરીયાએ તેની પુછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગઈ હતી અને ધોલાધપાટ ઉપર ઉતરી આવી હતી. મહિલાએ હાજર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરાવી દેવાની પણ ધમકી આપી અને હિન્દી તેમજ અંગ્રેજીમાં ગાળો ભાંડી હતી. આખરે મહિલાને કાબુમાં લેવા એસઓજીએ સૃથળ પર મહિલા પોલીસની ખાસ શી ટીમને બોલાવવાની ફરજ પડી હતી. 

મહિલા પોલીસ કોસ્ટેબલ સ્મિતા ગાલોરીયાએ નબીના વિરૃધૃધ સરકારી ફરજમાં રૃકાવટ કરી ધોલ ધપાટ કરી નોકરીમાંથી કાઢી મુકાવવાની તેમજ જાનાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ભુજ શહેર એ ડિવિઝન પોલીસ માથકે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં નબીનાની અટક કરી કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અદાલતે જામીન મંજુર ન કરતાં મહિલાને જેલહવાલે કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

એસઓજી પી.આઈ. વી.વી. ભોલાએ જણાવ્યું કે, આ મહિલા પાસેાથી પશ્ચિમ બંગાળના તેના સ્કૂલના સર્ટીફિકેટ્સ ઉપરાંત અમદાવાદનું પાન કાર્ડ અને ભૂજનું આાધાર કાર્ડ મળી આવ્યાં છે. ત્રણ જ મહિનાથી ભુજ આવીને આાધાર કાર્ડ પણ મેળવી લીધું હતું. આ મહિલા ભૂજની જ્યુબેલી બજારમાં ફૂટપાથ ઉપર ક્રાફ્ટનો ધંધો કરે છે. જાતે જ ક્રાફ્ટ બનાવીને વેંચતી આ મહિલા સાચી હોઈ શકે છે. પરંતુ, પોલીસને શંકાસ્પદ બાબતો જણાઈ તે અંગે ખુલાસા કરી રહી નાથી તે બાબત શંકાપ્રેરક જણાય છે. મુળ પશ્ચિમ બંગાળની ક્રાફ્ટ બિઝનેશ જ કરે છે કે અન્ય કોઈ કારણે અમદાવાદ પછી ભૂજ આવી છે?  તે જાણવા એસઓજીએ ગહન તપાસ હાથ ધરી છે.

City News

Sports

RECENT NEWS