સુમરાસર અને આસપાસના ગામોમાં રણતીડના આક્રમણથી ખેડૂતોમાં ચિંતા
- એક કિ.મી. સુધીની ઉંચાઈએ ઉડતા તીડના નિયંત્રણ માટે તંત્રની કવાયત
ભુજ, તા.૧૬
છેલ્લા એકાદ મહિનાથી કચ્છના રાપર, ભચાઉ, લખપત અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રણતીડે દેખા દીધી છે. તેવામાં આજે ભુજાથી નજીક આવેલા સુમરાસર, લોરીયા અને આસપાસના ગામો સુાધી રણતીડ પહોંચી જતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. અલબત, તીડ નિયંત્રણ અને ખેતીવાડી વિભાગ તીડને ભગડવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ તીડ કચ્છમાંથી જવાનું નામ લઈ રહ્યા નાથી. જેને લઈને આગામી દિવસોમાં તીડ ખેતીના પાકમાં મોટુ નુકસાન કરે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે.
ભુજ તાલુકાના સુમરાસર અને આસપાસના ત્રણ-ચાર ગામોમાં આજે રણતીડના ટોળા ત્રાટકતા ખેડૂતોમાં ભયનો માહોલ પેદા થયો છે. ખેડૂતોએ વાવેતર કરેલો પાક હવે ઉગવા માંડયો છે. તેવા સમયે જ જો તીડના ટોળા ઉભો પાક ખાઈ જશે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી જશે અને સિઝન નિષ્ફળ જશે. રણતીડના ટોળાની હાજરીને સમાર્થન આપતા જિલ્લા ખેતીવાડી અિધકારી સિંહોરાએ જણાવ્યું છે કે, સુમરાસર સહિતના ગામોમાં તીડના નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગ તરફાથી ગ્રામસેવકો અને કેન્દ્રના કર્મચારીઓની પાંચ ટીમો તૈનાત છે. રાત્રિના સમયે આ ટીમો દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
દિવસના સમયે તીડ ઉડતા રહે છે. માટે ત્યારે તેના પર દવાનો છંટકાવ કરીને કાબૂમાં લેવા શક્ય નાથી. ઉપરાંત તીડના ટોળા જમીનાથી એકાદ કિ.મી. સુાધીની ઉંચાઈને ઉડતા હોય છે. માટે રાત્રિના સમયે જ દવાનો છંટકાવ કરી શકાય છે. એકાદ મહિનાથી કચ્છમાં રણતીડની હાજરી જરૃર છે, પણ અત્યાર સુાધીમાં તીડાથી ખેતીમાં નુકસાન થયું હોય તેવા કોઈ અહેવાલો નાથી. અત્યાર સુાધી ચોમાસામાં ઉગેલા લીલા ઝાડી-ઝાંખરા તીડનો ખોરાક બનતા રહ્યા છે. જો કે હવે ખેતીમાં ચોમાસુ પાક મોટો થઈ રહ્યો હોય થોડુ ધ્યાન રાખવું આવશ્યક છે.
ડુંગરાળ વિસ્તારમાં તીડના નિયંત્રણ માટે હવાઈ માર્ગે દવા છંટકાવ કરો
કચ્છના ડુંગરાળ સહિતના વિવિાધ વિસ્તારોમાં રણતીડના આક્રમણના પગલે માલાધારીઓ ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ખાસ તો ડુંગરાળ વિસ્તારમાં નાના-નાના ઝુંડમાં રહેતા તીડ પર દવા છંટકાવ સહિતના પગલા લેવાઈ રહ્યા છે. તો બીજીબાજુ તીડના આ ઝુંડને નિયંત્રણ કરવા રાત્રીના ભાગેે વધુ સાવચેતી પૂર્વક કામગીરી કરાય તેવી માંગણી ખેડૂતો અને માલાધારી વર્ગ કરી રહ્યા છે. પાકિસ્તાન અને રણ વિસ્તારમાંથી આવેલા આ તીડના ઝુંડ નાના હોવાથી ખેતીના પાકને નુકશાન થયું હોય એવા કોઈ સમાચાર નાથી. મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારમાં જ્યાં તીડ જોવા મળી રહ્યા છે ત્યાં જરૃરીયાત મુજબ દવા છાંટી નિયંત્રણ કરવાની કોશીષ કરાય છે. તેમજ જે વિસ્તારમાં આગળ તીડ વાધે છે ત્યાં ગ્રામ સેવકની મદદ સાથે કામગીરી શરૃ કરવામાં આવે છે. વધુમાં કહેવા પ્રમાણે તીડના ઝુંડ નાના હોઈ તેનું પ્રજનન ન હોવાથી સિૃથતી કાબુમાં છે. જ્યારે ગામના સીમ વિસ્તારમાં તીડના ઝુંડાથી માલાધારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે. માલાધારીઓના કહેવા મુજબ હાલમાં દવા છંટકાવની કામગીરી કરવામાં આવે છે પણ રાતના ભાગમાં અને પુરતી કામગીરી નહિ થાય તો આગળના સમયમાં સારા વરસાદાથી ખીલી ઉઠેલી લીલોતરી તીડ ખાઈ જશે એવો ભય માલાધારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગરાળ વિસ્તારમાં હવાઈ માર્ગે દવા છંટકાવની કામગીરી ચોક્કસ રીતે કરાય તેવી માંગણી થઈ રહી છે. લખપત, ભુજ, ખડીર પંથકમાં રણતીડના ઝૂંડ બાદ કચ્છના આહિર પટ્ટીના ગામોમાં પણ રણતીડએ આક્રમણ કરતા તંત્ર દ્વારા સતર્કતાથી પરિસિૃથતી કાબુમાં નહિં લેવાય તો આ વરસે પ્રાથમ વરસાદાથી કચ્છમાં સચરાસર વરસાદના કારણે ખેડૂતો અને માલાધારી વર્ગની ખુશી અલ્પજીવી બનશે.