For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દેશી દારૃનું વેચાણ બંધ કરાવો, ધૂમ સ્ટાઇલે બાઈક ચલાવતા યુવાનો પર અંકુશ મેળવો

- અંજાર પોલીસ મથકનું વાષક ઇન્સ્પેકશન : અગ્રણીઓ સાથે એસ.પી.ની બેઠક

- નાગલપર-સાપેડા રોડ ઝડપી શરૃ કરવા એ.પી. જિલ્લા કલેકટર સાથે વાત કરશેઃ લોકો મુક્તપણે પોલીસને ઘટનાની જાણ કરે

Updated: May 21st, 2023

Article Content Imageગાંધીધામ, તા. ૨૦ 

હોલે પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા પૂર્વ કચ્છના વડું માથક એવા અંજાર પોલીસ માથકનું વાષક ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન કાયદો વ્યવસૃથાની પરિસિૃથતિ જાણવા અંજારના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગેવાનો દ્વારા શહેર અને તાલુકામાં  દેશીદારૃનો થતો ખુલ્લેઆમ વેચાણ બંધ કરાવી ધૂમ સ્ટાઇલે બાઈક ચલાવતા યુવાનો પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે નાગલપર-સાપેડા માર્ગને તાત્કાલિક શરુ કરવાની માંગ કરવામાં આવતા એસ.પી.એ આ બાબતે જિલ્લા કલેકટર સાથે વાત કરવાની ખાતરી આપી હતી તેમજ લોકો મુક્તપણે કોઇપણ ઘટનાની જાણ પોલસને કરે તે માટેની અપીલ કરી હતી. 

આ અંગે મળતી માહિતી મુજબ વાષક ઈન્સ્પેકશન અંતગર્ત અંજારના વેપા૨ીઓ, સામાજિક અગ્રણી, વિવિાધ સંસૃથાઓના પ્રતિનિિધઓને સંબોધતાં પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે લોકોની સુરક્ષા માટે પોલીસ હરહંમેશ કડક કાર્યવાહી કરશે. કોઈપણ બનાવ અંગે પ્રજાએ પોલીસ પર વિશ્વાસ મૂકી મુક્તપણે જાણ કરવી જોઈએ અને પોલીસને કામગીરી કરવા મોકો આપવો જોઈએ. વરસામેડી, ગંગાનાકા, રેલવે ફાટક પાસે થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જુદા-જુદા પોઈન્ટ ઊભા કરી સમસ્યાને હળવી કરાશે તેવું પોલીસતંત્રે કહ્યું હતું. આ વેળાએ લોક્લ ડમ્પર એસો.ના અલીમામદ જુમાભાઈએ શહેરમાં ટ્રાન્સપોર્ટનાં વાહનોને પ્રવેશ માટે થતી પરેશાની, શહેર વિકાસ મહેન્દ્ર કોટકે જાહેરનામાંની વિસંગતતા, ટ્રાફિક સમસ્યા મુદ્દે, પૂર્વ નગરપતિ ધનજીભાઈ સોરઠિયાએ વાહનોમાં ઘાસચારો અને ગેરકાયદે રીતે જાહેરમાં વેચાતા મટન બંધ કરાવવા, હિન્દુ યુવા સંગઠનના રાણાભાઈ આહીરે પણ ધામક સૃથળો પાસે માંસ- મટનનું વેચાણ બંધ કરાવી પવિત્રતા જાળવવા માટે કાર્યવાહી કરવા, વેપારી અગ્રણી હિરેલભાઈ શાહે ધૂમ સ્ટાઈલે જતા બાઈકર્સ ઉપર તવાઈ બોલાવવા માંગ કરી હતી. ઉપરાંત કિશોરભાઈ સોરઠીયાએ ખુલ્લેઆમ વેચાતો દેશી દારૃ બંધ કરાવવા માંગ કરી હતી.

અંજારમાં પણ ભચાઉવાળી, એસ.પી. કલાક મોડા પડયાં

થોડા દિવસો અગાઉ ભચાઉ ખાતે પોલીસે લોકદરબારનું આયોજન કર્યું હતું. જેમાં પોલીસ નિાર્ધારિત સમયાથી મોડી પહોચી હોવાથી વેપારીઓ જતા રહ્યા હતા. ત્યારે ફરી આવો બનાવ અંજારમાં બન્યો હતો. જેમાં બેઠકનો સમય સાંજે ૬ વાગ્યાનો હોવા છતાં એસ.પી. ૧ કલાક મોડા પડયા હતા અને છેક ૭ વાગ્યે પહોચ્યા હતા. ઉપરાંત આ બેઠક અગાઉ ૧૫ મિનીટ સુાધી વીજવિક્ષેપ સર્જાયો હોવાથી આગેવાનોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 

Gujarat