Updated: Nov 25th, 2022
ભુજ,ગુરૃવાર
ચૂંટણીના માહોલ વચ્ચે આજે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઓચિંતી કચ્છની મુલાકાતે આવી પહોંચતા રાજકીય ગરમાવો આવી ગયો હતો. પાટીલે ભુજની ખાનગી હોટલમાં બંધ બારણે સાંસદ, જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ, ભુજ બેઠકના ઉમેદવાર અને જિલ્લાના છ પ્રભારીઓ સાથે બેઠક યોજી હતી. કચ્છની ૬ બેઠકો ઉપર કયાંક ખુટતી કડીઓ હોય તો તેને ચૂંટણી પહેલા સુાધારી લેવાનો દાવો પાટીલે પત્રકારો સમક્ષ કર્યો હતો પરંતુ પ્રદેશ પ્રમુખની એકાએક મુલાકાતે કચ્છ ભાજપના નેતાઓને દોડતા કરી દીધા છે.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની સભાઓ શરૃ થઈ ગઈ છે તેમ છતા હજુ કચ્છમાં કયાંકને કયાંક ભાજપમાં ડરનો માહોલ હોય તેવું આજે પ્રદેશ પ્રમુખે ઓચિંતી મુલાકાત લઈને સાબિત કરી દીધુ હતુ. આજે બપોરે ૧૨ વાગે તેઓએ ભુજની ખાનગી હોટેલમાં બંધ બારણે બેઠક યોજી હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ, કચ્છના સાંસદ, ભુજના ઉમેદવાર તેમજ કચ્છની ૬ બેઠકના ચૂંટણી ઇન્ચાર્જને બોલાવાયા હતા. ૩૦ મિનિટ બેઠક ચાલ્યા બાદ પત્રકારોને સી. આર.પાટીલે જણાવ્યું હતું કે તેઓનું અચાનક આવવા પાછળનું કારણ એ છે કે કોઈ છ બેઠકમાં રિપેરીંગ કરવાની જરૃર હોય તો તેની ચર્ચા કરવામાં આવી હતી
પાટીલે ભુજમાં પત્રકારો સમક્ષ હળવા મૂડમાં કચ્છ આવવાનું કારણ એવું દર્શાવ્યુ હતુ કે, કોઈ બેઠક પર સંગઠનને વધુ કામે લગાડવું હોય તો કામે લગાડી શકાય. પરંતુ, હવે ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે તેમની મુલાકાતે કચ્છ ભાજપના આગેવાનોને દોડતા કરી દીધા છે. ખાનગી હોટલમાં દોઢ કલાક સુાધી ચાલેલી પાટીલની કચ્છ ભાજપના નેતાઓ સાથેની બેઠકે પણ કેટલાક મુંઝવતા પ્રશ્રો ઉભા કર્યા છે. જો કે, તેમણે ગુજરાત સહિત કચ્છમાં પણ ભાજપની જીતના વિશ્વાસનો દાવો કર્યો હતો.