mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કુકમા ગામે 'ચોર ટોળકી'નો હોમગાર્ડ જવાનો ઉપર હુમલો બચકાં ભર્યાં અને પથ્થરમારો કર્યો છતાં એક તસ્કરને ઝડપ્યો

- પીછો કર્યો તો બાઈકને લાત મારી બે હોમગાર્ડને પાડી દઈ ત્રણ ચોર પલાયન થઈ ગયાં

- મધ્યપ્રદેશની ચાર ચોરની ટોળકીમાં એક ચોરને રોકડા ૩૬,૦૦૦ અને ચોરાઉ બાઈક સાથે ઝડપ્યો

Updated: Mar 18th, 2024

કુકમા ગામે 'ચોર ટોળકી'નો હોમગાર્ડ જવાનો ઉપર હુમલો બચકાં ભર્યાં અને પથ્થરમારો કર્યો છતાં એક તસ્કરને ઝડપ્યો 1 - image

- પથ્થરમારો અને હુમલામાં બે હોમગાર્ડ જવાનને ઈજા પહોંચતાં હોસ્પિટલમાં સારવાર

ભુજ, રવિવાર 

ભુજ તાલુકાના કુકમાં શનિવારે રાત્રે ઘરફોડ ચોરી કરવા આવેલા તસ્કરોને રાત્રી ફરજમાં રહેલા હોમગાર્ડના જવાનોએ પડકારતાં તસ્કરોએ જવાનો પર હુમલો કરી બચકા ભરીને પથૃથરના છુટા ઘા માર્યા હતા. ઝપાઝપી દરમિયાન એક ચોર પકડી પાડી પધૃધર પોલીસને હવાલે કરાયો હતો. જ્યારે ત્રણ નાસી છુટયા હતા. ઘાયલ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

આ ઘટના અંગે કુકમા ગામે મોટી શેરીમાં રહેતા અને ગૃહરક્ષક દળમાં ફરજ બજાવતા સાગર નગરેશભાઇ પરમાર (ઉ.વ.૨૧)એ પધૃધર પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સાથે બ્રિજેશ શાંતિલાલ મરંડ (આહિર), ઉ.વ.૨૫, અબ્દુલ જાનમામદ ત્રાયા (ઉ.વ.૨૭) રહે કુકમા ત્રણે જણાઓ કુકમા ગામે રાત્રી ડયુટી કરી રહ્યા હતા. ત્યારે ગામના સોનલ કૃપા વિસ્તારમાં બે ઘરમાંથી ચોરી કરીને બાઇક ભાગી રહેલા ચાર તસ્કરોને જોઇ પકડવા જતાં ચાર પૈકી ત્રણ તસ્કરો બાઇક લઇને નાસી ગયા હતા. જ્યારે એક રાહુલ ઉર્ફે રસીદ મગરસિંગ બામણીયા (ઉ.વ.૩૦)ને ફરિયાદી તેમજ પારસ રાઠોડ નામના જવાને પકડી લીધો હતો. જ્યારે થાવરસિંગ ઉર્ફે થાવરીયા બામણીયા (ભીલ), મુકેશ શંકર બામણીયા હિરાલાલ વેસ્તા બામણીયા (રહે તમામ મધ્ય પ્રદેશ) આ ત્રણ તસ્કરો બાઇક પર ભાગી ગયા હતા. ભાગી રહેલા તસ્કરોનો હોમગાર્ડ બ્રિજેશ મરંડ અને અબ્દુલ ત્રાયાએ બાઇકાથી પીછો કર્યો હતો. તસ્કરોએ જવાનનોની બાઇકને પાટુ મારી બે જવાનનો રોડ પર પાડી દઇ ઇજા પહોંચાડીને નાસી ગયા હતા. જ્યારે પકડાયેલા તસ્કર રાહુલ બામણીયાએ ફરિયાદી જવાનને માથા પર પથૃથરો મારી પગના સાથળના ભાગે બચકા ભરી ઇજા પહોંચાડી હતી. પકડાયેલા તસ્કરને જવાનોએ પધૃધર પોલીસને હવાલે કર્યો હતો. પધૃધર પોલીસે ચારે તસ્કરો વિરૃાધ ગુનો નોંધ્યો હતો. ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર અપાઈ છે.

બહાદુરી દાખવીને હોમગાર્ડ જવાનોએ જંગ કરી તસ્કર રાહુલને પકડીને પધૃધર પોલીસને હવાલે કર્યો હતો. પોલીસને પકડાયેલા તસ્કર પાસેાથી ચોરાઉ રૃપિયા ૩૬ હજાર રોકડા મળી આવ્યા હતા. તેમજ અન્ય ત્રણ તસ્કરોના નામ ખુલ્યા હતા. ભાગી ગયેલા તસ્કરોએ એક ચોરાઉ બાઇક શૈયદપર પાટીયા પાસે મુકી નાગી ગયા હોઇ પોલીસે બાઇક કબજે કરીને અન્ય ત્રણ તસ્કરોને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

મધ્યપ્રદેશથી આવતી ટોળકીની ઓપરેન્ડી સાગમટે ઘરફોડ કરી બાઈક ચોરી છનનન

મધ્યપ્રદેશના કરચંટ ગામનો રાહુલ ઉર્ફે રશીદ મગરસિંગ બામણીયાને પકડી પડાયો હતો. આ શખ્સની પુછપરછમાં પોલીસે મોડસ ઓપરેન્ડી જાણી છે. મધ્યપ્રદેશાથી ચોર ટોળકી જે શહેર, વિસ્તારમાં જાય ત્યાં સાગમટે બે-પાંચ ઘરમાં ચોરી કર્યા પછી આસપાસના ઘરમાંથી જ બાઈક કે અન્ય વાહન ચોરીને તેમાં જ નાસી જતાં હતાં. રવિવારની રાત્રે કુકમા ગામની વિશ્વકર્મા સોસાયટીમાં દોલુભા રાઠોડના ઘરમાંથી ૨૫,૦૦૦, દાગીના સહિત ૪૧,૦૦૦ની ચોરી કરી હતી. બાજુમાં રહેતા કમલસિંહ હરેસિંહ સોઢાના મકાનમાંથી  ૨૦,૦૦૦ની ચોરી કરી હતી. પછી, પાડોશી ભાસ્કર ત્રિવેદીની બાઈકની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પધૃધર પોલીસે આ બનાવમાં ઝડપાયેલ શખ્સ પાસેાથી દાગીના અને રોકડ રૃા. ૩૬૫૦ સહિત ૯,૮૦૦નો મુદ્દામાલ રકમ સહિત કબજે કરવામાં આવ્યું છે. રાહુલ સાથે મધ્યપ્રદેશના થાવરસિંગ ઉર્ફે થાવરીયા નારૃ બામણીયા, મુકેશ શંકર બામણીયા અને હિરાલાલ વેસ્તા બામણીયાનું નામ ખૂલ્યાં છે. નાસી છુટેલા આરોપી ઝડપાયા બાદ વધુ હકીકતો ખુલશે. પોલીસના કહેવા મુજબ રાત્રિ દરમિયાન બનેલી ઘટનામાં જે ઈસમો નાસી છુટયા છે. તઓની કોલ ડિટેઈલ સહિતની વિગતો મંગાવવાની તજવીજ સાથે આ ગેંગના અન્ય ઈસમોનો પતો મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. 

Gujarat