For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કચ્છના નાના રણમાં મીઠું પકવતા ૯૮% અગરિયાઓને ચામડીના રોગ

- ઓક્ટો.થી મે માસ દરમિયાન કાળી મજૂરી દ્વારા સફેદ મીઠુ પકવવાનું કામ આકરૃ

Updated: Sep 12th, 2022

ભુજ,રવિવાર

કચ્છના નાના રણમાં ૫૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષ ઓક્ટોબરાથી મે માસ દરમિયાન 'કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું ' પકવવાનું આકરૃ કામ કરે છે. ત્યારે રણના મીઠું પકવતા અગરિયાઓને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે.  રણમાં અગરિયા માટે રોજ ન્હાવાની કલ્પના કરવી એ દુષ્કર બાબત છે.પરિણામે  મીઠું પકવતા ૯૮% અગરિયાઓ આજેય ચામડીના રોગાથી પીડાય છે.

કચ્છના નાના રણમાં અંદાજિત ૫૦૦૦ ચોરસ વાર મીટરમાં આ રણ પાથરાયેલું છે અને આ રણમાં ૨,૦૦૦ થી વાધુ પરિવારો ઓક્ટોબર માસની શરૃઆત થતા ની સાથે જ પોતાની માનવ જિંદગી ભૂલી અને રણના અગર માં અગરની ખેતી કરવા માટે પહોંચી જતા હોય છે ત્યારે આ અગરિયાઓની અનેક પ્રકારની સમસ્યાઓ તેમના જીવન સાથે ઓઢી અને પોતે રણમાં મીઠાની ખેતી કરે છે. રણમાં મીઠાની ખેતી કરતા અને મીઠાના અગરમાં આઠ માસ સુાધી પોતાના શરીરને આ પાણીમાં રાખી અને પોતાની કાયાને પણ મીઠામાં ઓગાળી નાખે એવી કામગીરી કરતા અગરીયાઓની હાલત કફોડી છે.  ચાર માસ સુાધી રણમાં પડયા ને પાથર્યા રહેવાનું સામાન્ય ઝૂંપડી બનાવી અને આંખો પરિવાર આ ઝુંપડીમાં રહે છે. ત્યારે અગરિયાઓ ચાર માસ સુાધી અગર માં રહે છે જેના કારણે અગરિયાઓને મોટાભાગે ચામડીના રોગો જોવા મળતા હોય છે અને મોટાભાગના આગરિયાઓને ચામડીના રોગોનો સામનો કરવો પડે છે તે નરી વાસ્તવિકતા છે.

 અગરીયાઓને ખારા પાણી મેળવવા માટે તેના ૧૫ થી ૨૦ ફૂટ જેટલા ખાડા ખોદવા પડે છે જેમાંથી પાણીની આવ થાય એમાંથી પાટામાં પાણી ભરવા પડે શરૃઆતમાં સપ્તાહ સપ્તાએ હે મોટો જાડો ધોકો લઈ અને આ પાટાઓમાં પાણીને આમતેમ ફેરવવું પડે ત્યારબાદ ૧૫ દિવસે બાદમાં એક માસ દોઢ માસ અઢી માસ અને પૂરા સાડા ત્રણ માસ બાદ જ્યારે ઉનાળાનો ધમાધખતો તાપ તાપ તપે એટલે મીઠાની ખેતીમાં મીઠું તૈયાર થાય ત્યાં સુાધી અગરીયાઓને તેમના પરિવારોને મીઠાના ઘરમાં તેના પાણીમાં શરીરને બોળેલું રાખવું પડે છે.

અગરિયાઓ પાસે નથી ઓળખ પત્ર કે નથી પોતાના કાર્ડ કે નથી રેશનકાર્ડ કે નથી બીપીએલ ના દાખલા... !

 અગરિયાઓના પરિવાર રણમાં મીઠાના અગર માં કામ કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે હાલમાં હવે ચૂંટણીના પડઘમ શરૃ થયા છે ત્યારે આ રણમાં કેટલા આગરીયાઓની પાસે પોતાને ચૂંટણી કાર્ડ છે કે નહીં કેટલાક અગરિયાઓ પાસે રેશનકાર્ડ પણ નાથી ત્યારે તાત્કાલિક અસરે સરકાર પણ આગળ આવી આ પરિવારોને પોતાની રીતે પોતાના હિસ્સા મળે અને પોતે સરકારમાં મતદાન પણ કરી શકે તેવી વ્યવસૃથા કરી અને હાલમાં સર્વે કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

અગરીયાનાં મૃતદેહ માટે ત્રણ ગણા લાકડા જોઇએ છે

રણમાં આગરિયાનું મૃત્યુ થાય તો આ અગરિયા ને જ્યારે અગ્નિદાહ આપવામાં આવે ત્યારે સામાન્ય નાગરિક કરતા ત્રણ ગણા લાકડાઓ જોઈએ છે અગરિયા નો મૃતદેહ તાત્કાલિક રીતે સળગતો નાથી કારણકે મીઠાની ખેતીમાં રહી અને એનો દેહ પણ ખારો અગર જેવો બની જતો હોય છે અને જેના કારણે તેના અવસાન બાદ પણ તેને અગ્નિદા આપવા બાદ કલાકો સુાધી અગરિયા નો મૃતદેહ સળગતો ન હોવાનું પણ જાણવા મળે છે 

Gujarat