Get The App

રાપરમાં વરિષ્ઠ મતદાતાઓએ ઘરેથી મત આપીને લોકશાહીની ફરજ અદા કરી

Updated: Nov 22nd, 2022

GS TEAM


Google News
Google News


૮૦ વર્ષના વરિષ્ઠ નાગરિકો માટેની સુવિધાના શ્રીગણેશ

રાપરમાં વરિષ્ઠ મતદાતાઓએ ઘરેથી મત આપીને લોકશાહીની ફરજ અદા કરી 1 - image

રાપર બેઠક હેઠળ આવતા વિવિધ ગામોના ૧૩૩ મતદારોએ ઘરેથી બેલેટ પેપર દ્વારા મતદાન કર્યુ

ભુજ :   વિધાનસભાની ચૂંટણીમાં ૮૦ વર્ષથી વધુની ઉંમરના વરિ નાગરિકો મતદાન કરે અને યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી શુભેચ્છા પત્ર પાઠવી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા બાદ આવા વરિષ્ઠ મતદારોના ઘરેથી મત લેવાની કામગીરીના શ્રીગણેશ થયા છે. આજે રાપર વિધાનસભા બેઠક હેઠળના વયોવૃધ્ધ મતદારોએ ઘરેથી મત આપીને લોકશાહીની પવિત્ર ફરજ અદા કરી હતી.

મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ચૂંટણીપંચ સક્રિય બન્યું છે. સિનિયર  સિટીઝનો તેમાં પણ ખાસ કરીને ૮૦ વર્ષથી વધુની ઉંમરના મતદારો મતદાન કરે તે માટે તૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે. કચ્છ જિલ્લાની ૬ વિધાનસભા બેઠક પર નોંધાયેલા ૮૦ વર્ષથી વધુની ઉંમરના ૩૩૨૯૩  મતદારો મતદાન કરે તે માટે તેમને શુભેચ્છા પત્ર લખવામાં આવ્યા હતા. વયોવૃધ્ધ ઉપરાંત ૧૩૭૨૯ દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે રાપર બેઠક હેઠળ આવતા વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘરેથી આજે મતદાન કર્યુ હતુ. આ

રાપર વિધાનસભા મતદાર મંડળના ચુંટણી અધિકારી બાલમુકુંદ સુર્ય વંશી અને ભચાઉ મામલતદાર જે. એચ પાણ તથા મદદનીશ ચૂંટણી અધિકારી અને રાપર મામલતદાર કે. આર ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ૩૨ ઝોનલ ઓફિસર ના વડપણ હેઠળ રાપર વિધાનસભા બેઠક મા જુદા જુદા ગામોમાં આવતા ૧૩૩ મતદારો ને બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવા માટે જે જગ્યાએ દિવ્યાંગનાઓ અને વિકલાંગો અને મોટી ઉમર ના મતદારો એ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું. આજે જુદા જુદા રુટ પર ઝોનલ અધિકારીઓ એ મતદારો ને બેલેટ પેપર મતદાન બુથ દ્વારા મતદાન કરાવ્યું હતુ.

Tags :