Get The App

ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત અને અંજાર પંથકમાં કમોસમી વરસાદ

- માવઠાના પગલે કાતિલ ઠંડીનો દોર

- ખેતીના ઉભા પાકને નુકસાનની ભીતિ ઃ સવારે હિલ સ્ટેશન જેવા માહોલ વચ્ચે લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ ઃ મહત્તમ તાપમાન આઠ ડિગ્રી ઘટયું

Updated: Jan 6th, 2022

GS TEAM

Google News
Google News
ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત અને અંજાર પંથકમાં કમોસમી વરસાદ 1 - image

ભુજ, બુાધવાર

અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી વચ્ચે કચ્છમાં ગત મોડી રાત્રીથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાનો દોર શરૃ થયો હતો. માવઠાના પગલે ટાઢોડું ફરી વળ્યું છે. વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો માલાધારીઓમાં ચિંતા ફેલાઈ છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સાયકલોનિક સર્કયુલેશનની અસરના પગલે જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ રહેશે અને છૂટા છવાયા સૃથળોએ હળવો વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. નખત્રાણા, અબડાસા, લખપત, ભુજ, અંજાર તાલુકામાં હળવો વરસાદ પડયો છે.

જિલ્લા માથક ભુજમાં સવારાથી આકાશ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યુું હતું. હિલ સ્ટેશન જવો માહોલ છવાયો હતો. ધીમી ધારે વરસાદ શરૃ થયો હતો. બપોર સુાધી છૂટા છવાયા છાંટા પડયા હતા. માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી અને મહત્તમ તાપમાન આઠ ડિગ્રી જેટલો ઘટાડો થઈને ર૧.૯ ડિગ્રી નોંધાયું હતું. રાજ્યનું બીજા નંબરનું ઠંડું માથક રહ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે ૮૧ ટકા અને સાંજે ૭૪ ટકા રહ્યંુ હતું. દિવસભર લોકોને ગરમ વસ્ત્રોમાં લપેટવાની ફરજ પડી હતી. ભુજ તાલુકાના લોરીયા, સુમરાસર, સહિતના વિસ્તારમાં સવારે ઝાપટા વરસ્યા હતા.

ગઢશીશામાં સવારે ૧૦-૩૦ વાગ્યાની આસપાસ ઝરમર વરસાદ શરૃ થયો હતો. આ વિસ્તારના ગામોમાં વરસાદી છાંટા પડયા હતા. નખત્રાણા તાલુકાના ઉખેડા વિસ્તારમાં હળવું ઝાપટું વહેલી સવારે પડયું હતું. 

નલિયામાં હળવું ઝાપટું વરસ્યું હતું. લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી નોંધાયું હતું અને સૌથી ઠંડં માથક બન્યું હતું. ઠંડીની તીવ્રતા વાધતા જનજીવન પ્રભાવિત થયું હતું. અંજાર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બપોરે એક વાગ્યાની આસપાસ ઝાપટા પડયા હોવાનું જાણવા મળ્યું છે. માવઠાના કારણે ખેડૂતો માલાધારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે. ખેતીના ઉભા પાક અને ઘાસને નુકશાન પહોંચવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.