કચ્છમાં કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપી બેરોકટોક જિલ્લાની બહાર જતા દર્દીઓ
- પરિપત્રો શોભાના ગાંઠીયા સમાન : અધિકારીઓ કુંભકર્ણ
- સરકારી કે ખાનગીમાં ટેસ્ટ કરાવવા જનારને હોસ્પિટલ કે ઘરમાં આઈસોલેટ કરવાનો નિયમ માત્ર કાગળ પર
ભુજ, સોમવાર
કચ્છમાં કોરોનાનો પંજો વિકરાળ બન્યો છે. પરંતુ હજૂ પણ જિલ્લાના અમલદારો ગંભીર બન્યા નાથી. બાબુશાહી છાપરે ચડીને પોતાનો અહંમ દર્શાવી રહી હોય તેવો તાલ સર્જાયો છે. જાતજાતના બહાર પડતા જાહેરનામા માત્ર શોભાના ગાંઠીયા બનીને રહી ગયા છે. સૌથી વધુ બેદરકારી એ બહાર આવી છે કે, ટેસ્ટ કરાવનારા શંકાસ્પદ દર્દીઓ જિલ્લા છોડીને બેરોકટોક બહાર ભાગી જાય છે, ત્યાં સુાધી તંત્રના ઓફીસરો કે અન્ય જવાબદારોને ખ્યાલ હોતો નાથી. જેના કારણે કોરોનાનો ચેપ વધુ વકરી રહ્યો છે. આવા દર્દીઓને રિપોર્ટ ન આવે ત્યાં સુાધી આઈસોલેટ કરવાનો સપ્તાહ પુર્વે બહાર પડાયેલા પરિપત્રની કોઈ અમલવારી થતી નાથી.
આ અંગે મળતી માહિતી મુજબ ગત સપ્તાહે જિલ્લા આરોગ્ય ખાતા દ્વારા કોવીડ-૧૯નું સેમ્પલ લીધેલા વ્યક્તિને હોસ્પિટલ કે હોમ આઈસોલેશન ફરજિયાત રાખવા તેવો પરિપત્ર બહાર પડાયો હતો. જેને આજે સપ્તાહ વીતી ગયું છે પરંતુ કચ્છની હાલત સુાધરી નાથી. ગઈકાલે જ એક પોઝિટિવ દર્દી કચ્છમાં રીપોર્ટ કરાવીને ચુપચાપ અમદાવાદ ભાગી જતાં તંત્રની પોલી પાધરી પડી હતી. આ પરિપત્ર ખાનગી લેબોરેટરી, હોસ્પિટલ તાથા સરકારી દવાખાનાને લાગુ પડે છે. આમછતાં સરકારી કે ખાનગી હોસ્પિટલ- લેબોરેટરીના નોડલ ઓફીસરો આ બાબતે લોલમલોલ ચલાવી રહ્યા છે. જેના કારણે સાઈલન્ટ કીલર બનીને ટેસ્ટ સેમ્પલ આપ્યા બાદ અનેક દર્દીઓ કાળ બનીને ગામમાં ફરે છે ઉપરાંત મનમરજી મુજબ એક જિલ્લામાંથી અન્ય સૃથળે સૃથળાંતર કરી જાય છે ત્યાં સુાધી કચ્છના સરકારી બાબુઓ કુંભકર્ણની નિંદ્રામાં સુતા હોય છે . સરકારી દવાખાનામાં શંકાસ્પદના ટેસ્ટ કરવામાં કરાતી પાછીપાનીથી લોકો હવે ખાનગી લેબોરેટરી તરફ દોડ લગાવી છે, ત્યારે ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને નિયમોના પાલન તાથા વહીવટીતંત્ર સાથે માહિતીનું સંકલન કરાવવામાં કચ્છના સરકારી બાબુઓ ઉણા ઉતર્યા છે. જિલ્લામાં મનફાવે તેમ સરકારી અમલદારોથી લઈને ખાનગી દવાખાનાના જવાબદારો વર્તી રહ્યા હોવાથી કોરોનાનું સંક્રમણ ગંભીરરીતે વાધી રહ્યું છે. કોવીડ-૧૯ના ટેસ્ટ કરાવવા જનારાઓને સેમ્પલ આપ્યા બાદ પરીણામ ન આવે ત્યાં સુાધી હોસ્પિટલ કે ઘરે આઈસોલેટ કરવા તમામ તાલુકા હેલૃથ ઓફીસરની જવાબદારી છે. પરંતુ આવું કંઈ જ કચ્છમાં થઈ રહ્યું નાથી. જિલ્લા પંચાયતના ઉચ્ચઅિધકારીથી લઈને તાલુકા સ્તરના અમલદારો બેદરકારી થકી લોકો મુસાફરી કરીને અન્યત્ર આસાનીથી સૃથળાંતર કરી જાય છે. ચેકપોસ્ટ પર ચેકીંગની વ્યવસૃથા ચુસ્ત કરાઈ હોવાનો તંત્રનો દાવો સદતર ફોગટ સાબિત થયો છે. ત્યારે વાહવાહી મેળવવા ઉાધામા કરવાના બદલે જિલ્લાના ઉચ્ચ અમલદારો ગંભીરતાપુર્વક નિયમોનો અમલ કરાવવા ચુસ્ત આયોજન કરે તેવી માંગ ઉઠી છે.