કચ્છમાં પણ સ્કૂલ વાનના ભાડામાં રૃપિયા ૨૦૦થી ૩૦૦ નો વધારો
- પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના ભાવ વધારાની અસરના પગલે
- છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારી હોવાથી કોઈ પણ પ્રકારનો વધારો કરી શકાયો ન હતો

ભુજ,શુક્રવાર
સમગ્ર રાજયની સાથોસાથ કચ્છ જિલ્લામાં પણ પ્રાથમિકાથી માંડીને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક તેમજ કોલેજો શરૃ થઈ જવા માંડી છે. આ સાથે જ મોંઘવારીનો માર વાલીઓને સહન કરવો પડી રહ્યો છે. સીએનજી અને પેટ્રોલના ભાવ વાધારાની અસરના પગલે કચ્છમાં પણ સ્કૂલ વાનમાં નવા ભાડા વાધારા સાથે લાગુ કરી દેવાયા છે.
સીએનજી અને પેટ્રોલના ભાવોમાં વાધારો થવાથી સાથે જ ગાડીઓના વીમા અને સ્પેર પાર્ટસના ભાવોમાં વાધારો થવાના કારણે પણ સ્કૂલ વાનના સંચાલકોને ભાડા વાધારવાની ફરજ પડી છે. એટલે વાલીઓને આિાર્થક બોજ પડશે. સ્કૂલ વાનના ભાડામાં રૃપિયા ૨૦૦થી ૩૦૦ રૃપિયાનો વાધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષાથી કોરોના વાયરસની મહામારી હોવાથી કોઈ પણ પ્રકારનો વાધારો કરી શકાયો ન હતો. તેવામાં પેટ્રોલ અને ડીઝલની સાથે સીએનજીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. એ સાથે વીમો, એન્જિન, ઓઈલ અને સ્પેરપાર્ટસના ભાવો પણ વધ્યા છે.
આ તમામ બાબતોને લઈને સ્કુલ વાનના ભાડા વાધારવાની ફરજ પડી છે. ભુજ સહિત કચ્છમાં સ્કૂલ વાનનું ભાડુ કિ.મી. દીઠ નહિં પરંતુ ઉચ્ચક લેવાય છે. ઉલ્લેખનિય છે કે, કોવીડ કાળમાં સ્કૂલો બંધ રહેતા વાનના હપ્તા પણ ભરી શકાયા ન હતા. કેટલાક નબળા સંચાલકોને વાન વેંચવાની પણ નોબત આવી હતી.

