ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસનું કૌભાંડ : બચતધારકો મૂંઝવણમાં
- માત્ર આક્ષેપબાજીના બદલે પોસ્ટ વિભાગ મૌન તોડે તે જરૃરી
- કૌભાંડની પુરાવા સાથે વિગતો બહાર લવાય તો ખાતાધારકો જવાબદારો સામે કાર્યવાહી કરવા તૈયાર
ભુજ,શુક્રવાર
ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં વિવિાધ ખાતાઓમાં ઘાલમેલ કરી ૮.૩૩ કરોડનું કૌભાંડ થયુ હોવાના એકતરફી વિગતોને લઈને ખાતાધારકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. વિરોધાભાસી હકીકતોથી ગેરસમજણ ફેલાતી હોવાથી સચોટ વિગતો બહાર લવાય તેવી માંગ છે. બીજીતરફ, આ સમગ્ર મામલે પોસ્ટ વિભાગ દ્વારા પણ કોઈ જ સતાવાર માહિતી જારી કરવામાં આવતી ન હોવાથી વધુ ગડમાથલ ઉભી થઈ છે. ખરેખર, કયારાથી કૌભાંડ થયુ? કોણે કર્યુ? કેટલાની ગેરરિતી છે? તે સહિતની સતાવાર વિગતો બહાર લાવવી જોઈએ જેાથી, બચત ધારકોને સતાવતા અનેક પ્રશ્રોનો જવાબ મળી રહે.
છેલ્લા ઘણા લાંબા સમયાથી ભુજની રાવલવાડી પોસ્ટ ઓફિસમાં ઘાલમેલ થયાની ચર્ચા છે. જેમાં, ગેરરિતીનો આંક અને નવી નવી હકીકતો બહાર લાવવામાં આવે છે પરંતુ તેમાંથી કેટલી હકીકત સાચી છે? ખરેખર તથ્ય શું છે? તે બાબતે ફોડ પાડવામાં આવતો નાથી. પરિણામે, ખાતાધારકોની મુંઝવણ વાધી છે. જે પણ હકીકત હોય તે પોસ્ટ વિભાગ દ્વારા સતાવાર જાહેર કરાય તેવી માંગ ઉઠી છે. ખાતાધારકો ગેરમાર્ગે દોરાય તેવુ ન થવુ જોઈએ.
પોસ્ટના કર્મચારીઓની મિલીભગત વગર આ પ્રકારની ગેરરિતી એજન્ટ દ્વારા એકલા હાથે કરાય તે પણ શકય નાથી. બીજીતરફ વ્યકિતગત આરોપ થતા હોવાથી તે પછવાડે પણ અનેક શંકા કુશંકાઓ ઉભી થઈ છે. અહેવાલ અનુસાર, આ કૌભાંડ આચરી અમુક લોકો ભુર્ગભમાં ઉતરી ગયા હોવાનો દાવો કરાય છે તો બીજીતરફ તે લોકો તેમની કચેરીમાં નિશ્ચિંત બેસીને કામ કરે છે. જેાથી, પોસ્ટ ખાતાધારકોની મુંઝવણ વાધી છે. ખાતાધારકોએ જણાવ્યુ હતુ કે, જો આ કૌભાંડ ખરેખર થયુ હોય તો પુરાવા સાથે હકીકતો બહાર લવાય જેાથી તેમની સામે તેઓ કાયદેસરની કાર્યવાહી કરવા તૈયાર છે.
બચત ધારકોને સતાવતા આ રહ્યા સવાલો...
- - સમગ્ર કૌભાંડ કયારાથી શરૃ થયુ? કયાં સુાધી આચરવામાં આવ્યુ? સચોટ વિગત કેમ જાહેર કરાતી નાથી?
- - કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યુ? વાસ્તવિકતા જ બહાર લાવવી જરૃરી
- - ખાતાધારકોના કરોડોની ઉચાપત થઈ કે સરકારી તિજોરીના નાણાંની ઉચાપત? વિરોધાભાસ કેમ?
- - ૨૦૦૮માં કે ૨૦૧૮માં કૌભાંડ થયુ? ખાતાધારકો જ ગેરમાર્ગે?
- - પોસ્ટ વિભાગની આંતરિક ચેક એન્ડ બેલેન્સ સિસ્ટમ કોણે બાયપાસ કરી? કે ચેડા કર્યા?
- - પોસ્ટ વિભાગ સિવાય બહારનો વ્યકિત કે એજન્ટ કઈ રીતે આંતરિક સિસ્ટમ એકસેસ કરી ગેરરિતી આચરી શકે?
- - પ્રત્યેક ૫૪ ખાતાઓમાં ૧૦ લાખાથી વધુની ગેરરિતી? એક ખાતાનો નંબર સુધૃધા જાહેર કેમ કરાતો નાથી?
- - ગેરરિતી થઈ હોય અને પોસ્ટ કર્મચારીઓ સાથે એજન્ટ સામેલ હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય પણ એજન્ટના પતિ સામે કઈ રીતે કાર્યવાહી થાય?