Get The App

નર્મદા કેનાલ રીપેરીંગ અર્થે બંધ થતાં રાપર શહેરને હવે દર 3-4 દિવસે પાણી મળશે

Updated: Jun 1st, 2024

GS TEAM

Google News
Google News
નર્મદા કેનાલ રીપેરીંગ અર્થે બંધ થતાં  રાપર શહેરને હવે દર 3-4 દિવસે પાણી મળશે 1 - image

ઉનાળાના કપરા કાળ વચ્ચે નાગરિકો અને ખેડૂતો પરેશાન

રાપર શહેર તેમજ તાલુકાને ૩૦ એમએલડી પાણીની જરૂરિયાત જેની સામે ૧૨ એમએલડી પાણીનું કરાતું વિતરણ

ભુજ: વાગડ વિસ્તારના રાપર તાલુકાથી પસાર થતી કચ્છની નર્મદા કેનાલમાં બે મહિના માટે રિપેરીંગના કામ માટે પાણી બંધ થતાં જેના પગલે પાણીની સમસ્યા સર્જાઈ છે.  એટલે આગામી દિવસોમાં સામખીયાળી ખાતેના સમ્પથી રાપર તાલુકાના ૯૭ ગામ અને ૨૨૭ વાંઢ વિસ્તારમાં અને રાપર શહેરને પાણી દર ત્રણ  દિવસે પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે.

રાપર શહેરને હાલ આઠ એમએલડી પાણીની જરૂરિયાત છે તેની સામે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દર બીજા દિવસે પાંચ એમએલડી પાણી આપવા ની હૈયાધારણા આપી છે પરંતુ ગત વર્ષેે પણ પાંચ એમએલડી ની જગ્યાએ ત્રણ સાડા ત્રણ એમએલડી પાણી આપવા મા આવ્યું હતું જના લીધે રાપર શહેર મા દર ત્રણ ચાર દિવસે પાણી મળતુ હતું એવી જ પરિસ્થિતિ આ વર્ષે પણ ઉભી થાય તેમ છે. જો પાંચ એમએલડી પાણી આપવામાં આવે તો પણ દર ત્રણ ચાર દિવસે પાણી વિતરણ રાપર શહેરમાં થાય સાત વોર્ડ  ધરાવતા રાપર શહેરની ચાવીસ હજારની વસ્તી ને ફરી થી પાણી સમસ્યાનો સામનો કરવો પડે તેમ છે  તો રાપર તાલુકાના ગ્રામ્ય  વિસ્તારોમાં તો અઠવાડિયે પાણી મળે તો લોકો માટે સારુ કહેવાય.

 રાપર શહેરમાં પાણીની સમસ્યા આ વખતે સખત ગરમી વચ્ચે વિકટ બની જાય તેવી સંભાવના છે. રાપર નગરપાલિકાના ચીફ ઓફિસર રવાજી જાડેજાએ હાલ પાણી પુરવઠા બોર્ડને પાંચ એમએલડી પાણી નગરપાલિકા ને આપવા માટે પત્ર દ્વારા માંગણી કરી છે પરંતુ સમગ્ર તાલુકા વચ્ચે બાર એમએલડી પાણી મળે છે તો રાપર શહેરને પાણી પુરતા પ્રમાણમાં કયાંથી આપવામાં આવે ?રાપર શહેર અને તાલુકામાં દરરોજ કે એકાંતરા ત્રીસ એમએલડી પાણી ની જરૂરીયાત છે તેની સામે બાર એમએલડી પાણી આપવા મા આવી રહ્યું છે. સમગ્ર કચ્છમાં સામખીયાળીથી પાણી આપવામાં આવે છે તો તે મુજબ રાપર તાલુકા અને શહેરને પુરતા પ્રમાણમાં પાણી મળે એવી સંભાવના ઓછી છે એટલે નગરપાલિકા ની પાણી વ્યવસ્થા માટે પરસેવો વળી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે. રાપર શહેરમાં પાણીની  સમસ્યા નિવારવા અંગે નગરપાલિકાનું  સન્માન કરવામાં આવ્યું હતું એના ત્રણ દિવસમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. હવે રાપરમાં પાણી વ્યવસ્થા કોણ કરશે એટલે આગામી દિવસોમાં રાપર તાલુકામાં પાણીની મોકાણ ઉભી થાય તેમ છે. રાપર તાલુકા ની સાડા ત્રણ લાખની વસ્તી અને ત્રણ લાખ જેટલા પશુઓ માટે પાણી માટે નો એક માત્ર આધાર નર્મદા  કેનાલ પર છે. નગરપાલિકા કે ગ્રામીણ વસ્તારોમાં આવેલી પંચાયત દ્વારા ભાગ્યે લોકલ સ્ત્રોત પાણીના ઉભા કર્યા છે.