Get The App

કચ્છમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક પર ખતરો

- બે-ત્રણ તાલુકાને બાદ કરતા અષાઢ માસની તુલનાએ શ્રાવણમાં મેઘરાજાએ હેત ન વરસાવ્યું

- જો સમયસર વરસાદ ન થાય તો ખેડૂતોએ કરેલો ખર્ચ એળે જશે ઃ ભુજ તાલુકામાં વરસાદની મોટી ઘટ, આહિર-પાવરપટ્ટીમાં સુકાતો રામમોલ

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં વરસાદ ખેંચાતા ખરીફ પાક પર ખતરો 1 - image

ભુજ,શુક્રવાર

આગામી એકાદ સપ્તાહમાં જો સમયસર વરસાદ ન થાય તો ખેડૂતોએ કરેલો ખરીફ પાકનો વાવેતર નિષ્ફળ જાય તેવી ભિતી ઉભી થઈ છે. ચોમાસાના પ્રારંભના વરસાદ બાદ લાગ જોઈને ખેડૂતો રામમોલનું વાવેતર કરતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોએ કરેલો ખર્ચ એળે જતો હોય છે. આ સાલે પણ અડાધો શ્રાવણ માસ પૂર્ણ થવા છતા મેઘરાજાએ જિલ્લાભરમાં પુરતી અને સમયસર હાજરી આપી નાથી. એકાદ મુંદ્રા-માંડવી અને રાપર તાલુકાને બાદ કરતા અન્ય તાલુકાઓમાં મેઘરાજાની ચાતક નજરે રાહ જોવામાં આવી રહી છે.

અષાઢ માસમાં મેઘરાજા પુરતો વ્હાલ વરસાવે અને ત્યારબાદ સમયસર હાજરી પુરાવતા રહે તો શ્રાવણ માસમાં ખરીફ પાક લહેરાતો હોય છે. આ સાલે પણ મેઘરાજા મન મુકીને વરસ્યા નાથી. શ્રાવણ માસ અડાધો વીતી ગયો તેમ છતા ખેતરોમાં રામ મોલ ખીલ્યા નાથી. હવે જો સમયસર વરસાદ ન થાય તો ખરીફ પાક બળી જાય તેમ છે. અને ફરી વરસાદ થાય તો પુનઃ વાવેતર કરવુ પડે તેવી સિૃથતીનું નિર્માણ થાય તેમ છે.

આ સાલે રાપર તાલુકામાં વરસાદે અવારનવાર હાજરી પુરાવી છે. માંડવીમાં પણ પાંચ ઈંચાથી વધુ વરસાદે ખેડૂતોને રાજી કરી દીધા હતા. તો મુંદરા પંથકમાં તો ચોવીસ કલાકમાં ૧૫ ઈંચ જેટલો વરસાદ થયો હતો. જયારે અન્યત્ર તાલુકાની વાત કરીએ તો સામાન્ય વરસાદ વરસ્યો છે. લખપત, અબડાસા, ભુજ,નખત્રાણા, અંજાર સહિતના તાલુકાઓમાં વરસાદની માત્રા ઓછી રહી છે. ભુજ તાલુકામાં સમાવિષ્ટ આહિરપટ્ટી અને પાવરપટ્ટીમાં ખેડૂતોએ હજારો એકરમાં ખરીફ પાકનું વાવેતર કરેલ છે. પરંતુ, વરસાદના અભાવે વર્તમાન સમયમાં ખેતરો સુકાભઠ્ ભાસી રહ્યા છે. બન્નીમાં પણ પાક લહેરાઈ ઉઠે તેટલો વરસાદ પડયો નાથી. 

સરેરાશ જિલ્લાભરમાં વરસાદની માત્રા નોંધપાત્ર નાથી. ખેડૂતો વરસાદની ચાતક નજરે રાહ જોઈને બેઠા છે. ખરીફ પાક ખેડૂતોએ હજારો રૃપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. જે માથે પડે તે છે તેવી રીતે માલાધારીઓને પણ ઘાસના અભાવે રઝળપાટ કરવી પડે તેમ છે. ગત વર્ષે પણ ભુજ તાલુકામાં પુરતા વરસાદના અભાવે ખેડૂતો અને માલાધારીઓ હેરાન પરેશાન થયા હતા. ત્યારે, આ વર્ષે મેઘરાજા મન મુકીને વરસે તેવી પ્રાર્થના થઈ રહી છે.

વાવાઝોડાના કારણે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને ત્યારબાદ ચોમાસાના પ્રાથમ રાઉન્ડમાં જિલ્લામાં સચરાસર સારા વરસાદના પગલે ખેડૂતોએ સમયસર વાવણીનું કાર્ય પુરુ કર્યું પરંતુ ત્યારબાદ વરસાદની જરૃરીયાતના સમયે વરસાદ ખેંચાતા ધરતીપુત્રોએ આકાશભણી મીટ માંડી છે. 

કચ્છમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ વરસતા કિસાનોએ એરંડા, મગ, તલ, ગુવાર, મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે. જેને બે માસ જેટલો સમય થઈ ગયો છે. હાલે પાકને પાણીની જરૃરીયાત છે. ઉપરાંત સખત તાપના કારણે મોલ સુકાવવાની અવસૃથામાં છે. જો એકાદ પખવાડિયામાં વરસાદ નહિં થાય તો રામમોલ નિષ્ફળ થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મંદીના માહોલ વચ્ચે ખેડૂતોએ દેવુ કરીને મોંઘાભાવના બિયારણ ખરીદી વાવણી કરી છે. ત્યારે જો સમયસર વરસાદ નહિં આવે તો કચ્છનો કિસાનને આિાર્થક મોટો ફટકો લાગશે. 

Tags :