રાપર તાલુકામાં 15 હજાર હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થશે
વિધાનસભાની ચૂંટણી વચ્ચે વાવેતરનો ધમધમાટ
ઘઉં, રાયડો, ઈસબગુલ, જીરૃ સહિતના પાકોના વાવેતરમાં વ્યસ્ત ખેડૂતો
શિયાળાનો પ્રારંભ થઈ ચુકયો છે. ત્યારે વાગડ વિસ્તારમાં પણ ખેડૂતોએ શિયાળુ
પાકના વાવેતરની શરૃઆત કરી દીધી છે. આ વરસે
વાગડ વિસ્તારના રાપર તાલુકાના ૯૭ ગામો અને ૨૨૭ વાંઢ વિસ્તારમાં મળી ને પંદર હજાર
થી વધુ હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર અંદાજીત કરવામાં આવશે તેમ રાપર ખેતીવાડી
વિભાગના વિસ્તરણ અધિકારી ગિરીશ ભાઈ રાઠોડ એ જણાવ્યું હતુ. ખેતીવાડી વિભાગના ગ્રામ સેવક વિજ્યાબેન પરમારે
જણાવ્યું હતું કે રાપર તાલુકામાં રવિ
પાકના વાવેતરમાં જીરૃ, રાયડો,
ઈસબગુલ, ઘઉં, શાકભાજી, વરીયાળી, ધાણા સહિતના
રવિપાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ખેતી આધારિત રાપર ભચાઉ તાલુકો કે
જે વાગડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં દર વર્ષે કરોડો રૃપિયાની કિંંમતના જીરુ અને અન્ય રવિ પાક નું ઉત્પાદન
થાય છે. નર્મદા યોજના આધારિત આ વિસ્તારમાં ખેડૂતો દુર દુર સુધી કેનાલનું પાણી લઈ
ખેતીવાડી કરી રહ્યા છે. આમ વાગડ વિસ્તારમાં એક તરફ ચુંટણીની ગરમી રંગ પકડી રહી છે
બીજી તરફ શિયાળામાં ખેતીની તૈયારી નો આરંભ થઈ ગયો છે.