Get The App

ટગામાં રબારી આગેવાનની હત્યા બાદ ગામના હિન્દુઓ હિજરત કરવા મજબૂર

- હિન્દુ યુવા સંગઠન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

- હિન્દુ અલ્પસંખ્યા ધરાવતા આ ગામમાં અસામાજિક તત્વો થકી ભયનો માહોલ, ૩૫ માસમાં ૧૪ હિન્દુઓની હત્યાનો આક્ષેપ

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
ટગામાં રબારી આગેવાનની હત્યા બાદ ગામના હિન્દુઓ હિજરત કરવા મજબૂર 1 - image

ભુજ, ગુરૃવાર 

કચ્છમાં સરહદપારાથી થતી અસામાજિક પ્રવૃત્તિ વચ્ચે છેલ્લા ૩૫ માસમાં ટોળું રચીને ૧૪ જેટલા હિન્દુઓની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આવો જ હત્યાકાંડ હિન્દુ લઘુમતી ધરાવતા ટગા ગામમાં થયા બાદ હાલે ભયમાં રહેલા પરીવારો હિજરત કરવા મજબુર બન્યા છે. ત્યારે કલેકટર દ્વારા સુરક્ષાના પગલા ભરાય તેવી માગણી ગ્રામજનો તાથા હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી હતી. 

આ અંગે પાઠવાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, તા.૨૩ના રાપર તાલુકાના ટગામાં હિન્દુ રબારી આગેવાન અને પુર્વ સરપંચ સનાભાઈની હત્યા ૨૮  શખ્સોએ યોજના પુર્વક કરી હતી. ગૌરક્ષા તેમજ ગામની આસપાસ થતી ખનીજચોરીની વિરુધૃધ તેઓ અવાજ ઉઠાવતા હતા. જેના લીધે ત્યાના અસામાજિક તત્વો દ્વારા ષડયંત્ર રચીને અંતે તેને મોતને ઘાટ ઉતારી દિાધા હતા. ૨૦૧૭માં તેમની પુત્રીનું અપહરણ પણ ગામના વિાધર્મી દ્વારા કરવામાં આવ્યું હતું. આવી ઘટનાઓ ઉપરાથી સાબિત થાય છે કે ટગામાં હિન્દુ વહુ-દિકરીઓ પણ સલામત નાથી. આજે પણ હત્યા કરનારા માથાભારે શખ્સો પોલીસ પકડાથી દુર છે. જેાથી હિન્દુ પરીવારો ભયમાં હોવાથી તંત્ર તાત્કાલિક અસરાથી સુરક્ષા પુરી પાડે નહીં તો તમામ હિન્દુઓ હિજરત કરી જશે તેવી ચીમકી અપાઈ છે.

ટગાના પૂર્વ સરપંચની હત્યામાં છ શખ્સોને રાઉન્ડઅપ કરાયા

રાપર તાલુકાના ટગા ગામે થયેલી હત્યામાં છ ઈસમોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રોષ વ્યક્ત કરતા જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.  પુર્વ સરપંચ સનાભાઈ મસરૃભાઈ રબારીની હત્યા થઈ હતી. આડેસર પોલીસ માથકે ગુનો દાખલ કરાયો હતો. આ બનાવમાં ગુલમામદ હુશેન હિંગોરજા, આદમ ગુલમામદ, સિાધીક સુમાર મેણુ, રમઝાન સુમાર મેણુ, જમાલ હસણ હિંગોરજા અને રહીમ અલ્લારખા મેણુને પકડી પાડવામાં આવ્યા છે. તમામને કોરોના રીપોર્ટ કરાવવા માટે મોકલવામાં આવ્યા છે.રાપર તાલુકાના ટગા ગામે અસામાજીક તત્વો વિરૃદ્ધ પગલાં ભરવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ટગા ગામે હત્યાનો બનાવ બનવા પામ્યો છે. જે વ્યક્તિઓ આ બનાવમાં સંડોવાયેલા છે તેઓની રજૂઆતો હતભાગીએ કરી હતી જેને લઈને આ બનાવ બનવા પામ્યો હતો. અસામાજીક તત્વો માથાભારે તેમજ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

Tags :