Get The App

ગાંધીધામમાં બંધ મકાનમાં કુલ 1.94 લાખની માલમત્તા ચોરાઈ

Updated: Aug 30th, 2024

GS TEAM

Google News
Google News
ગાંધીધામમાં બંધ મકાનમાં કુલ 1.94 લાખની માલમત્તા ચોરાઈ 1 - image

૧૫ હજાર રૂપિયા રોકડા અને સોના - ચાંદીનાં ૧.૭૯ લાખની કિંમતનાં દાગીના ચોરાયા 

ગાંધીધામ: ગાંધીધામનાં નવી સુંદરમાં બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ઈસમો તિજોરીમાં પડેલા રોડકા રૂપિયા અને સોના - ચાંદીનાં દાગીના સહીત કુલ ૧.૯૪ લાખનાં માલમત્તાની ચોરી કરી લઈ જતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીધામનાં નવી સુંદરપુરી વિસ્તારમાં ભરવાડ વાસમાં રહેતા મજૂરી કામ કરતા અનિલભાઈ પરબતભાઈ સથવારાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતું કે, ફરિયાદી પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી પોતાના ફઈનાં ઘરે ગયા હતા. દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો ફરિયાદીનાં મકાનમાં મેઈન દરવાજાનું તાળું તોડી ઘરમાં અપપ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂ. ૧૫,૦૦૦ સાથે સોના - ચાંદીનાં અલગ અલગ દાગીના સહીત કુલ રૂ. ૧,૯૪,૫૦૦ નાં મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા હતા. જેથી ફરિયાદીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.