For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વરસામેડીમાં અનુસૂચિત જાતિ સહકારી મંડળીની જમીનને ગેરકાયદેસર તબદીલ કરવાની પ્રક્રિયા!

Updated: Mar 11th, 2023

Article Content Image

કચ્છમાં જમીન કૌભાંડના વધતા કિસ્સાઓ વચ્ચે

ખેડૂતોને અંધારામાં રાખીને કાગળ પર પ્રક્રિયા શરૂ થતા જ અનુ.જાતિના આગેવાનો લાલઘુમઃ ખેડૂતોની જમીન કંપનીને કેમ વેંચાણ થઈ શકે

ભુજ: ભૂકંપ બાદ કચ્છમાં જમીન કૌભાંડના વધતા કિસ્સાઓ વચ્ચે વરસામેડીમાં અંજાર તાલુકા અનુસૂચિત જાતિ સામુહિક ખેતી સહકારી મંડળીની જમીન ખેડૂતોને અંધારામાં રાખીને ગેરકાયદેસર તબદીલની કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલતી હોવાથી જાહેર હિતની વાંધા અરજી ઉઠી છે. આગામી સમયમાં આ જમીન મામલે જરૂર પડયે કાયદાકીય લડતનો માર્ગ પણ અપનાવાશે. 

આ અંગેની વિગત એવી છે કે, વરસામેડીના રે.સ.નં. ૬૭/૧, ખાતા નં.૪૨૯, હે.૫-૦૬--૪૧ વાળી જમીન અંજાર તાલુકા અનુસુચિત જાતિ સામુહિક ખેતી સહકારી મંડળી લી. જેન રજી. નં. ૧૯૩૯ની આવેલી છે. જે અનુસુચિત જાતિના વ્યકિતઓની બનેલ સહકારી મંડળીની જમીન છે. પરંતુ, ખેડૂતોને અંધારામાં રાખીને વર્તમાનમાં આ જમીન ગેરકાયદેસર રીતે તબદીલ કરવાની કાર્યવાહી કાગળ પર શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતોને જાણ થતા જ જાહેર હિતની વાંધા અરજી આપવામાં આવી છે. આ જમીન અનુસુચિત જાતિના વ્યકિતઓને ખેતી માટે જ ઉપયોગ થઈ શકે, અન્ય કોઈ પણ કંપનીને વેંચાણ થઈ શકે નહિં  તેવો વાંધો ઉઠાવાયો છે.

- સહકારી મંડળીની જમીન ઉદ્યોગ માટે મંગાઈ

વરસામેડીમાં અનુસુચિત જાતિની વ્યકિતઓની બનેલી સહકારી મંડળીની ખેતીની જમીન ઉદ્યોગ માટે પરવાનગી મળવાની અરજી કરાઈ છે. આ જમીન ઉદ્યોગ માટે પરવાનગી મેળવવા માટે શાન ઈન્ફ્રા પ્રા.લી. વતી ડાયરેકટર મારફતે અરજી થઈ છે. આ જમીનની અત્યારે બજારમાં એક એકરની અંદાજે ૧ કરોડ જેટલી રકમ થાય છે. જયારે ખેડોઈમાં જમીન તબદીલ કરવાની વાત છે તે ખેડોઈની જમીનના એક એકરના દસ લાખ ભાવ બોલે છે. વાંધા અરજીમાં સ્પષ્ટ જણાવાયું છે કે, આ અમારા અનુસુચિત જાતિના હિતમાં નિર્ણય નથી. કંપનીને આ જમીન પોતાના અંગત ફાયદા માટે સમાજને અંધારામાં રાખીને આ મંડળી દ્વારા ઠરાવ કરી ખોટા નિર્ણય કર્યો છે. જો આ જમીન કંપનીને ફાળવવામાં આવશે તો અનુસુચિત જાતિના લોકોને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચિમકી સાથે મામલતદાર સમક્ષ વાંધા અરજી રજુ કરાઈ છે.

- અન્ય જગ્યાએ ખેતી થઈ શકે તેવી જમીન તેટલી જ જંત્રી મુજબની જમીન આપવાનો ઠરાવ!

અરજદાર કંપનીની અરજી મુજબ મંડળીને અન્ય જગ્યાએ ખેતી થઈ શકે તેવી જમીન તેટલી જ જંત્રી મુજબની કિંમતની ખેડોઈ ગામ મધ્યે સ.નં. ૩૮૫/૧, સ.નં.૩૭૦ તથા સ.નં. ૩૭૧ વાળી જમીન ઉપરોકત સ.નં.૬૭/૧ વાળીના બદલીમાં આપવામાં આવશે. અંજાર તાલુકા અનુસુચિત જાતિ ખેતી સહકારી મંડળી લી. ધમડકાના તા. ૧૮/૧૨/૨૦૨૨ વાળા ઠરાવ મુજબ આ જમીન બદલાવવા માટે અને નજીકના વિસ્તારમાં ખેતીલાયક જમીન મળે તેમ ન હોઈ ઠરાવ કરવામાં આવેલ છે. જે ઠરાવમાં ઉપરોકત જમીન ફેરબદલીની સંપૂર્ણ સંમતિ આપેલ છે. 

- શું છે આખો સમગ્ર મામલો?

શાન ઈન્ફ્રા પ્રા.લી. વતી ડાયરેકટર ધવલ ભાવેશ આચાર્ય તરફથી વરસામેડીના સ.નં.૬૭/૧ અંજાર તા.અ.જાતિ મંડળી ધમડકાના નામે ચાલતી ખેતીની જમીન જમીનમાંથી હે.૦૪-૪૯-૩૭ આરે જમીન ઉદ્યોગ માટે મળવા માંગણી કરાઈ છે. પરંતુ, આ જમીન વરસામેડી પ્રમોલગેશન નોંધ નં.૬૮ મુજબ સ.નં.૬૭/૧ વાળી જમીન ડાંગર ગાંગા રામાને પ્રમોલગેટ થયેલ. ત્યારબાદ નોંધ નં. ૮૨૩ મુજબ મામલતદાર અને કૃષિ પંચ ભચાઉના હુકમ નં. શીલીંગ કેશ નં/રીમાન્ડ/૩૭/૮૪ વાળા મુજબ સ.નં. ૬૭/૧ એ. ૧૨.૦૭ ફાજલ જાહેર થતા શ્રીસરકાર દાખલ થયેલ ત્યારબાદ નોંધ નં. ૮૩૯ મુજબ નાયબ કલેક્ટરના હુકમ નં. લેન્ડ/ ફાજલ/જમીન/ નિયમ/૮૩/નિકાલ/૮૫/વશી/૧૨૯૬, તા.૩૦/૦૫/૮૫ વાળાથી સ.નં. ૬૭/૧ વાળી જમીન એ.૧૨.૨૦ ગુંઠા અંજાર તાલુકા અનુ.જાતિ સહકારી મંડળી ધમડકાને મંજુર થયેલ છે.

Gujarat