કચ્છ જિલ્લા કોગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલના પ્રમુખ અને તેનો બોગસ ડોકટર ભાઇ પકડાયા
ઝુરા ગામે એલસીબીએ કર્યો ડીગ્રી વીનાની હોસ્પિટલ અને મેડીકલ સ્ટોરનો પર્દાફાસ
છેલ્લા ૧૫ વર્ષથી ઝુરા અને આસપાસના ગામના લોકોની સારવાર કરી સ્વાસ્થય સાથે કરતા હતા ચેડા
ભુજ: ભુજ તાલુકાના ઝુરા ગામમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે ડીગ્રી વીના ચાલતા હોસ્પિટલ અને મેડીકલનો પર્દાફાસ કર્યો હતો. જેમાં છેલ્લા ૧૫ વર્ષથી સૈયદ ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા હાસમશા હયાતશા સૈયદ નામના બોગસ ડોકટર અને ફર્જી સટફીકેટ દ્વારા મેડીકલ સ્ટોર ચલાવતા પિતરાઇ ભાઇ એવા કચ્છ જિલ્લા કોગ્રસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ સૈયદ હબીબશા અબ્દુલરસુલશાની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા, પીએસઆઇ ડી.બી. રબારીની ટીમના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાડોડને મળેલી બાતમીના આધારે ઝુરા ગામે દરોડો પાડયો હતો. જેમાં તબીબી ડીગ્રી વીના એલોપેથી દવા અને ઇન્જેકશન આપી લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરના બોગસ તબીબ હાસમશા હયાતશા સૈયદને તેની સૈયદ ક્લિનિક ખાતેથી ઝડપી પાડયો હતો. આ સાથે માન્ય ડીગ્રી વીના દર્દીઓને એલોપેથી દવા અને ઇન્જેક્શન માટે મેડિકલ સ્ટોર ચલાવતો હતો. જે મેડિકલ સ્ટોર ચલાવવા માટે બોગસ તબીબના પિતારાઇ ભાઇ અને કચ્છ જિલ્લા કોગ્રસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ હબીબશા અબ્દુલરસુલશા સૈયદ જે ભરતભાઇ રમણભાઇ પટેલના નામના સટફિકેટનો ઉપયોગ કરીને ગેરકાયદે મેડિકલ સ્ટોર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે એલસીબીએ જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ આફિસરની ટીમને સાથે રાખી બન્ને આરોપીઓની અટક કરીને માધાપર પોલીસ મથકે તેમના વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૨૫ તથા મેડિકલ પ્રેક્ટિસનર એકટ ની કલમ ૩૩ મુજબ ગુનો નોંધાવ્યો હતો.