Get The App

કચ્છી લોકગાયકની મહિલા સાથે અશ્લિલ વિડીયો ક્લિપ વાયરલ

Updated: Mar 15th, 2022

GS TEAM

Google News
Google News
કચ્છી લોકગાયકની મહિલા સાથે અશ્લિલ વિડીયો ક્લિપ વાયરલ 1 - image


- વિડીયો બળજબરીપૂર્વક રીતે ઉતારાયો હોવાની આશંકા

- વધુ એક હનીટ્રેપ

- પંદરેક દિવસ પૂર્વની ઘટનામાં વિડીયો ડિલીટ કરવાની ખાતરી મળતા ફરિયાદ ટાળવામાં આવી હતી 

ભુજ : કચ્છી કાફી, કવ્વાલી,સિંધી સૂફી રચનાઓના જાણીતા વયોવૃધ્ધ ગાયક કલાકારનો એક રૂમમાં મહિલા સાથે નગ્ન અવસ્થામાં ૧.૩૮ મિનીટની અશ્લિલ વિડીયો કિલપ વાયરલ થતા ચકચાર મચી છે. 

સોશ્યિલ મિડીયામાં વાયરલ થયેલા અશ્લીલ વિડીયોમાં પાંસેઠેક વર્ષના આધેડ કલાકાર એક મહિલા સાથે દેખાય છે અને આ વિડીયો બળજબરીપૂર્વક ઉતારાયો હોય તેવુ દેખાય છે. વૃધ્ધ ગાયક કલાકાર આજીજી કરતા નજરે પડે છે. ભુજ તાલુકાના એક ગામના આ કલાકાર હોવાનું અને પંદરેક દિવસ પૂર્વેનો વિડીયો હોવાનું જાણવા મળે છે. જાણવા મળે છે કે, આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ તે વખતે વિડીયો ડિલીટ કરવાની ખાતરી મળતા પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યુ હતુ. જો કે, પાછળથી તેને વાયરલ કરાયો છે. તે સમયે વૃધ્ધ કલાકાર પાસેથી રોકડ રકમ અને ફોન લૂંટી લેવાયા હતા. કલાકારની હની ટ્રેપ કરાઈ હતી જેમાં મોટી રકમની માંગણી કરાઈ હતી અને તે સમયે નાણા આપી શકવામાં કલાકારે અસમર્થતા જાહેર કરતા વિડીયો કિલીપ વાયરલ કરી દેવાયો હોવાની ચર્ચા છે.

Tags :