આણંદસર(યક્ષ)તા.૨૪
હાલ ખેડુતોને દરેક પાકના ભાવ જોઈએ એવા મળતા નાથી. બીજીતરફ ખેતીવાડીના ખર્ચમાં દિવસે ને દિવસે વાધારો થતો જતો હોવાથી કિસાનોને ખોટ સહન કરવાનો વારો આવે છે. જેાથી આ વર્ષે ઘઉંના વાવેતર પર પણ અસર પડી છે. ભાવમાં વાધવાની બદલે ઘટતા નખત્રાણા પંથકમાં કિસાનો રોકડીયા પાક તાથા બાગાયતી ખેતી તરફ વળી ગયા છે.
ભુજ તાલુકાના આણંદસર(મંજલ)ના ખેડુત પ્રકાશભાઈ ચૌહાણ જણાવે છે કે, શિયાળુ પાકમાં ઘઉંનું પણ એવું જ છે.હાલ ઘઉંના ભાવ ૨૪ રૃપિયાથી લઈને ૩૦ રૃપિયા જેટલો ભાવ બોલાઈ રહ્યો છે.જયારે ઘઉંનો પાક તૈયાર થઇને ખરામાં આવે છે ત્યારે ખેડુતોને માંડ ૧૫ રૃપિયાથી લઈને ૨૦ રૃપિયામાં મળતો હોય છે. આમ ભાવ નીચા જવાથી ખેડુતોને પોસાતું ના હોવાથી અમુક જ ખેડુતો ઘઉંનું વાવેતર કરે છે.આમ ગત વર્ષે ઘઉંના એક કિલોનો ભાવ ૨૦ રૃપિયા હતો.આ વર્ષ ઘઉંનું વાવેતર ઓછું હોવાના કારણે ૨૫ રૃપિયા થવાની ખેડુતોની ધારણા છે.ભાવ સારા મળે તોજ ખેડુતોને ઘઉંનું વાવેતર કરવું પોષાય એમ છે.આ વર્ષે ઘઉંના વાવેતર કરતા રાયડાનું વાવેતર વાધારે છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ઘઉંનું વાવેતર નવેમ્બર માસમાં કરવામાં આવે છે.આ પાક ચાર મહીનાનો હોય છે જેની વાઢણી માર્ચમાં એટલે કે હોળી પછી કરવામાં આવે છે. એકરે ૩૦ થી ૩૫ મણનો ઉતારો આવે છે.વાતાવરણ અને પાણી સારૃ અને માફક આવી જાય તો ૪૦ થી ૪૫ મણનો પણ ઉતારો આવી શકે છે.મજુરી ખર્ચમાં ખુબજ વાધારો થતો જાય છે. હપ્લર દ્વારા કાઢવા માટે ૧૫થી૨૦ માણસોની જરૃર પડે છે અને ખર્ચ પણ એકરે ૨૦૦૦ જેટલો પહોંચી જતો હોય છે.જયારે હાર્ડવેસ્ટર દ્વારા એક એકરે ૧૦૦૦થી૧૨૦૦ જેટલો ખર્ચ લાગે છે. આમ,આ પાકને પશુઓની હેરાનગતિ બહુજ હોય છે ઉભા પાકને ખાઈને નુકશાન પહોંચાડે છે.જેાથી કરીને ખેડુતોને રાત-દિવસ ચોકી કરવી પડે છે. ખર્ચ સામે ભાવ મળતા ન હોવાથી રોકડીયા પાકનું મહત્વ વાધી ગયું છે.


