Get The App

ગાંધીધામમાંથી બાઈક ચોરી કરનાર પાટણનો શખ્સ ઝડપાયો

Updated: Nov 11th, 2024

GS TEAM

Google News
Google News
ગાંધીધામમાંથી બાઈક ચોરી કરનાર પાટણનો શખ્સ ઝડપાયો 1 - image

ચોરી કરેલી કુલ 6 બાઈક કબ્જે કરાઈ 

ગાંધીધામ: ગાંધીધામ અને આદિપુરનાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ 6 બાઈક ચોરી કરનાર પાટણનાં શખ્સને પોલીસે ચોરી કરેલી ૬ બાઈક સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં બસ સ્ટેશન પાસે પાર્ક કરેલી બાઈક ચોરાઈ હતી. જે અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ગુના દાખલ થયો હતો. જે બનાવમાં પોલીસે ગાંધીધામ વિસ્તારમાંથી પાટણનાં ૩૨ વર્ષીય શખ્સ હેતુભા મહોબતસિંહ વાઘેલાને ચોરી કરેલી બાઈક સાથે ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે ઝડપાયેલા શખ્સ હેમુભાની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યુ હતુ કે, આરોપીએ ગાંધીધામ અને આદિપુરનાં અલગ અલગ વિસ્તારમાંથી કુલ ૬ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે આરોપી પાસે અન્ય ચોરી કરેલી કુલ ૬ બાઈક કબ્જે કરી ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. આરોપી વિરુદ્ધ આ પૂર્વે પણ ગાંધીધામ, આદિપુર અને ભરૂચ પોલીસ મથકે બાઇક ચોરીનાં અગાઉ કુલ ૭ ગુના નોંધાયેલા છે.