Get The App

લગ્નની સીઝન શરૃ થતા કચ્છમાં પાર્ટી પ્લોટ, રીસોર્ટ, લગ્નવાડી જાન્યુઆરી સુધી હાઉસફુલ

- કોરોના નિયંત્રણમાં હોતાં બે વર્ષ બાદ

- લગ્ન પહેલા પ્રિફંકશનો પણ લગ્ન સ્થળે કરવાનો ટ્રેન્ડ વધ્યો : ધંધાર્થીઓમાં ખુશ

Updated: Nov 18th, 2021

GS TEAM


Google News
Google News
લગ્નની સીઝન શરૃ થતા કચ્છમાં પાર્ટી પ્લોટ, રીસોર્ટ, લગ્નવાડી જાન્યુઆરી સુધી હાઉસફુલ 1 - image

ભુજ, બુાધવાર

આ વર્ષે કોરોના કાબુમાં હોવાથી લગ્નની સીઝનમાં ગાઈડલાઈનની અમલવારી સાથે પરવાનગી મળતા જિલ્લા માથક ભુજ સહિત સમગ્ર કચ્છમાં મોટાભાગના પાર્ટી પ્લોટ, રીસોર્ટ અને લગ્નવાડીઓ લગ્ન સમારંભોના આયોજન માટે બુકીંગ થઈ ગઈ છે. વર્ષની આ અંતિમ સીઝનમાં લગ્નના મુહૂર્તોની તારીખોમાં એડવાન્સ બુકીંગ થઈ ગયું છે. જો કે દેવઉઠી એકાદશીથી લગ્નની સીઝનનો પ્રારંભ થઈ જતા આવા લ્ગ્ન સમારોહના સૃથળો ડેકોરેશનાથી શોભી રહ્યા છે. લગ્ન સમારોહને સંલગ્ન ધંધાર્થીઓ ન ચહેરા ઉપર પણ નૂર દેખાઈ રહ્યું છે. 

આ અંગે નાના-મોટા વેપારીઓ પાસેાથી અને જે તે સૃથળોના સંચાલકો દ્વારા પ્રાપ્ય જાણકારી મુજબ કોરોનાના કારણે બે વર્ષ બાદ લગ્નની સીઝન સરકારી નિયમો મુજબ શરૃ થશે આ વર્ષે લગ્નની સાથે સાથે પ્રિફંકશન ઘરના બદલે લગ્ન સૃથળોએ કરવાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. જેાથી બુકીં થયા હોવાથી શહેરી વિસ્તારોમાં નાના-નાના પ્લોટ કે વાડીઓમાં એકાદ બે ફંકશન બાદ કોરોનાને ધ્યાને લઈને વિશાળ જગ્યા હોય એવા સૃથળે લગ્નવિિધના આયોજન માટે પણ ઘણાં લોકોએ બુકીંગ કરાવ્યા છે. જો કે ફૂલો, મહેંદી કોન, પીઠીના પેકેટાથી લઈને ડેકોેરેશન, મંડળ સર્વિસ કેટરર્સ અને અમુક વિસ્તારોમાં લગ્ન હોલ સહિતના ભાડામાં વાધારો થયો છે. જો કે અમુક ધંધાર્થીઓ પાસે કોરોનાની ત્રીજી લહેર આવે અને સરકારના નિયમોમાં ફેરફાર થાય તો સો ટકા રીફંડ સહિત આપવાની શર્તે પણ લોકો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે. કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલા ધંધાર્થીના કહેવા મુજબ બે વર્ષ બાદ લગ્નની સીઝન શરૃ થઈ છે. ત્યારે અમુક પરિવારો મીનીમમ ભોજનમાં પણ વિશષ્ટ વેરાયટી સાથેનું મેનુ તૈયાર કરાવે છે. ડેકોરેશનમાં પણ આ જ પરિસિૃથતિ હોવાનું ધંધાર્થીઓ જણાવી રહ્યા છે. જાન્યુઆરી સુાધી લગ્નના મુહૂર્તોના તમામ દિવસો સુાધી લગ્ન સૃથળોનું બુકીંગ હાઉસફુલ થઈ ગયું છે.

Tags :