ભારતમાં રૃ.૧૦૦ કરોડથી વધુનું વેચાણ ધરાવતા ડ્રેગન ફ્રુટનું કચ્છમાં વાવેતર વધ્યું
- રોગ પ્રતિકાર શકિત વધારવાનો રામબાણ ઈલાજ
- અબડાસા, ગાંધીધામ, માંડવી, અંજાર અને ભચાઉના ખેડૂતોએ આત્મનિર્ભર બની વિયેતનામથી આયાત થતા આ ફળનું ઉત્પાદન કરે છે
ભુજ, મંગળવાર
વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ તેમજ ડેન્ગ્યુ અને સ્વાઇનફલુ જેવી બિમારીઓમાં ડ્રેગન ફ્રુટ ઈમ્યુનિટી રોગ પ્રતિકારક શકિત વાધારવા રામબાણ ઈલાજ મનાય છે અને ખેડૂતો માટે ડ્રેગન ફ્રુટ એટલે સોનાની ખેતી...પિટાયા-થોર પ્રજાતિનું ફળ એટલે ડ્રેગન ફ્રુટ ભારતમાં અંદાજે રૃ.૧૦૦ કરોડાથી વાધારે વેચાણ ધરાવતું ડ્રેગન ફ્રુટ કચ્છમાં અંદાજે ૩૫૦ એકર જમીનમાં ખેડૂતો પકવી રહ્યા છે. જિલ્લાના અબડાસા, ગાંધીધામ, માંડવી, અંજાર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ આત્મનિર્ભર બની વિયેતનામાથી ભારતમાં સૌથી વાધુ આયાત થતા આ ફળને ઘરઆંગણે ઉછેરી મબલખ પાક અને આવક મેળવી રહયા છે.
કચ્છ જિલ્લામાં સફેદ અને લાલ/ગુલાબી પલ્પવાળા ડ્રેગન ફ્રુટ ઉગાડવામાં આવે છે જે સિઝનમાં રૃ.૩૦૦ થી ૧૫૦ રૃપિયા પ્રતિકિલો વેચાણ થાય છે. જિલ્લામાં સૌ પ્રાથમ નવી થાંભલા વાયર પધૃધતિનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરી અબડાસા તાલુકાના સંમેડા ગામના ખેડૂતે લાલ પલ્પવાળા ડ્રેગન ફ્રુટની ખેતીમાં સફળતા મેળવી છે.મનમાં સંકલ્પ અને આયોજનબધૃધ રીતે ૧૫ એકરમાં થાંભલા વાયરની નવી ખેતી પધૃધતિ બે વર્ષ પહેલા અંદાજે રૃ.૬ થી ૭ લાખના ખર્ચે પ્રારંભ કરેલી હાલ તેઓ થાંભલા-વાયર રોપા અને અનુકુળ જમીનાથી થોર જાતિના આ ડ્રેગન ફ્રુટ હાલ કોરોના કોવીડ-૧૯ ના પગલે રૃ.૧૫૦ થી ૨૦૦ પ્રતિ કિલો વેચાણ રહ્યા છે. જે પહેલા રૃ.૩૫૦ પ્રતિકિલો હતું.પોતાના મિત્રના ત્યાં રોપાએલા ડ્રેગન ખેતીને જોઇ તેમણે ઈન્ટરનેટ ઉપર ખુબ સંશોધન કર્યા બાદ પોતાને ત્યાં ડ્રેગનફ્રુટ ઉછેર્યા છે. એકવાર ખર્ચો થાય પછી તો જો તમે ખેતી પધૃધતિનું સ્ટ્રકચર મેન્ટેન કરતા રહો તો ૩૦ થી ૪૦ વર્ષ સુાધી ડ્રેગનફ્રુટ મળતા રહે છે. તેની ગુણવતા અને માંગના પગલે આત્મનિર્ભરતાથી ડ્રેગનની ખેતી તરફ વળેલા કચ્છી માડુઓ માટે આ સોનાની ખેતી છે. જુનાથી નવેમ્બર સુાધી ઉતરતાં આ એક ફળ ૧૫૦ થી ૮૦૦ ગ્રામ સુાધીના વજન ધરાવે છે.
છાણિયું ખાતર અને ૨૦૦૦ ટીડીએસ મીક્ષ પાણીમાં ફેબુ્રઆરીથી મે મહિના દરમ્યાન એની વાવણી કરેલી છે. અમારે સૃથાનિક ધોરણે જ આનું વેચાણ થાય છે પરંતુ વિકાસશીલ અને ગલ્ફ દેશોમાં આનો નિકાસ થઇ રહયો છે. કચ્છ જિલ્લાના ડ્રેગનફ્રુટ મુંબઇ, ચેન્નાઇ, પુના, દિલ્હી, અમદાવાદ, સૃથાનિક સમગ્ર કચ્છમાં અને ડિમાન્ડ પ્રમાણે સમગ્ર ભારતમાં વીવીઆઇપી હોટલમાં પહોંચી રહયા છે. લોહીમાં રકતકણ, શ્વેતકણ, પ્લેટલેટ અને પ્લાઝમાં મહત્વપૂર્ણ છે. જેમાં પ્લેટલેટ વાધારવામાં ડ્રેગનફ્રુટ અકસીર છે. ડેન્ગ્યુ તાવમાં ડોકટરો પણ આ ફળ અચૂક ખાવાનું કહે છે. તો આરોગ્ય અને પ્રકૃતિફળના ફાયદા જાણનાર ઔષિાધ વિશેષજ્ઞાો ડ્રેગનને મહત્વનું ફળ માને છે. વૈશ્વિક મહામારી કોરોનામાં કોવીડ-૧૯ માં આ ફળ તેની ગુણવતાના કારણે બહુઉપયોગી મનાય છે ત્યારે અબડાસાના આ ખેડૂતો જણાવે છે કે, ડ્રેગનફ્રુટ એટલે સોનાની ખેતી છે.