Get The App

પડતર પ્રશ્રો ઉકેલવા ITIના કર્મચારીઓ લડતના માર્ગે, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ

- લાંબા સમયની રજુઆતોને ઘોળીને પી જવાઈ

- નિરાકરણ ન આવે તો વધુ આંદોલનની ચિમકી, ત્રીજી ડિસેમ્બરના રોજ કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે

Updated: Nov 7th, 2019

GS TEAM

Google News
Google News
પડતર પ્રશ્રો ઉકેલવા ITIના કર્મચારીઓ લડતના માર્ગે, કાળી પટ્ટી ધારણ કરી વિરોધ 1 - image

ભુજ,બુધવાર

રાજય સરકારના શ્રમ અને રોજગાર વિભાગના નેજા  હેઠળ ચાલતી આઈટીઆઈમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્રો અંગે અનેક વખત રજુઆત બાદ પણ તેનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવીને સોમવારે આઈટીઆઈગાંધીધામ ખાતે ફરજ દરમિયાન કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.

રાજયમાં અત્યારે ૨૮૭ સરકારી આઈટીઆઈ કાર્યરત છે જેમાં ૫૦૦૦થી વધુ ટેકનીકલ કર્મચારીઓ ફરજ બજાવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયાથી આ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે રજુઆત કરવામાં આવી હોવા છતા સરકાર તરફાથી કોઈ હકારાત્મક કાર્યવાહી કરાઈ નાથી. જેાથી, રાજય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ-૩, ગુજરાત રાજયના નેજા હેઠળ આંદોલન શરૃ કરવામાં આવ્યુ છે. જે મુજબ ૧લી નવેમ્બરાથી ૧૧ નવેમ્બર સુાધી આ કર્મચારીઓ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવશે. આગામી દિવસોમાં નિરાકરણ નહિં આવે તો ૩૦ નવેમ્બરાથી વર્ક ટુ રૃલ આંદોલન કરશે. ૩ ડિસેમ્બરના રોજ માસ સીએલ પર ઉતરશે. ગાંધીધામ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યા હતો.

Tags :