Get The App

ભુજના એરપોર્ટ રોડ પર તોતિંગ હોર્ડિંગ્સ કાર પર પડયું : સદ્દનસીબે જાનહાની ટળી

- રસ્તા ૫રથી પસાર થઈ રહેલી કાર પર થાંભલા સહિતનું હોર્ડિંગ્સ ખાબકતા ચાલક ઈજાગ્રસ્ત, સારવારમાં દાખલ

- હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ

Updated: Jun 4th, 2020

GS TEAM

Google News
Google News
ભુજના એરપોર્ટ રોડ પર તોતિંગ હોર્ડિંગ્સ કાર પર પડયું : સદ્દનસીબે જાનહાની ટળી 1 - image

ભુજ, બુાધવાર 

નિસર્ગ વાવાઝોડાના પગલે વહીવટીતંત્રે પાલિકાઓને પૂર્વ તૈયારી કરવા સુચના આપી હોવાછતાં ભુજ પાલિકાના અધિકારી અને પદાધિકારીઓ સુચનાઓને ગાંઠતા ન હોય તેવું સાબિત થયું છે. શહેરમાં લાગેલા જોખમી તથા તોતિંગ હોર્ડિંગ્સ ઉતારી દેવાના બદલે યથાવત રાખતા તેજ પવન અને વરસાદમાં ભુજના એરપોર્ટ રોડ પર આવું જ એક હોર્ડિંગ્સ રસ્તા પરથી પસાર થઈ રહેલી કાર પર તુટી પડયું હતું. સદનસીબે જાનહાની થઈ નહોતી, પરંતુ કારના ચાલકને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવા પડયા હતા. અહીથી પશુઓ લઈને પસાર થઈ રહેલા ત્રણ બાળકોનો પણ બચાવ થયો હતો.

મળતી માહિતી મુજબ બુાધવારે જોરદાર ફુંકાયેલા પવનમાં એરપોર્ટ રોડ પર આવેલું મહાકાય હોડીંગ્સ તેના લોખંડના ફાઉન્ડેશન સહિત રસ્તા પરાથી પસાર થઈ રહેલી  એક ઈકો ગાડી પર પડયું હતું. જો કે સદનસીબે વ્યક્તિને જાનહાની થઈ ન હતી. પરંતુ કારના ચાલક ભુજના રસિક તૈયબ કુંભાર(ઉ.વ.૩૭)ને છાતી અને પીઠના ભાગે ઈજાઓ થતા સારવાર માટે જનરલ હોસ્પિટલમાં લઈ જવાની જરૃર પડી હતી. જ્યારે જીજે ૧ર સીપી રપ૮૮ નંબરની કારને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. એકાએક થયેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. પાલિકાની લાપરવાહી સામે ભારે રોષ ભભુકી ઉઠયો હતો. વાવાઝોડાની તૈયારીરૃપે લોકોએ આવા જોખમી હોડીંગ્સ દુર કરાવવા સાથે ફાઉન્ડેશનનું સમારકામ કરાવવા સહિતની માંગણી મુકી હતી આમછતાં નિંભર નગરપતિ તાથા ચીફ ઓફીસર દ્વારા કોઈ તસ્દી ન લઈને શહેરવાસીઓને રામભરોષે છોડી દિાધા છે. નવાઈ વચ્ચે કલેકટર દ્વારા પણ યમદુત સમાન તોતીંગ હોડીંગ્સ દુર કરવા હુકમ કરવાના બદલ ેઆંખ આડા કાન કરાતા લોકોના જીવ પડીકે બંધાયા છે.


Tags :