નિરોણા ગામે એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત કચ્છમાં કોરોનાના નવા ૬ કેસ નોંધાયા
- કચ્છમાં દિવસેને દિવસે બેકાબુ બની રહેલો કોરોના
- કુલ દર્દીનો આંક ૧૮૪ : નવ દર્દીના મોત નિપજયા, ૬૩ એકટીવ પોઝિટિવ કેસ
ભુજ,શનિવાર
કચ્છમાં કોરોના બેકાબુ બની રહ્યો હોય તેમ આજે વધુ નવા ૬ કેસો નોંધાયા હતા. આ છ કેસો સાથે કચ્છમાં પોઝીટીવ કેસનો કુલ આંક ૧૮૪ ઉપર પહોંચી ગયો છે. આજે નોંધાયેલા કેસોમાં નખત્રાણા તાલુકાના નિરોણા ગામે એક જ પરિવારના ૩ સદસ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત, અંજાર, રાપર અને મુંદરામાં એક એક દર્દી નોંધાયા છે. દરમિયાન, કચ્છ જિલ્લા પંચાયતના વધુ એક અિધકારી બનાસકાંઠામાં કોરોનાની ઝપટમાં આવી ગયા છે.
નખત્રાણાના નિરોણા ગામે મુંબઈાથી આવેલા ભાનુશાલી પરિવારના ત્રણ સદસ્યો કસ્તુરીબેન, તેમના પુત્ર પ્રીતેશ અને પ્રાર્થનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓ ગત ૨૫ જુને મુંબઈાથી વતન આવ્યા હતા. હાલમાં તેઓ હોમ કવોરન્ટાઈન હેઠળ છે. મુંદરાના પત્રી ગામનો ૨૩ વર્ષિય અક્ષય પહેલી જુલાઈના તેના એક મિત્ર સાથે મુંબઈાથી વતન આવ્યો હતો. આરોગ્ય તંત્ર દ્વારા તેને કવોરન્ટાઈન કરાયો હતો. જેનો પણ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેના સંપર્કમાં આવેલા અન્ય પાંચ વ્યકિતઓને પણ કવોરન્ટાઈન કરાયા છે. રાપરના અયોધ્યાપુરીના ૨૧ વર્ષિય મેહુલની તબિયત બગડતા તેને મહેસાણાની હોસ્પીટલમાં દાખલ કરાયો હતો જયાં એમઆરઆઈ ટેસ્ટ કરાવાતા ન્યુમોનીયાની અસર જણાઈ આવી હતી. કોરોનાનો ટેસ્ટ કરાવાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેના પણ સંપર્કમાં આવેલા માતા પિતા અને નાના ભાઈને કવોરન્ટાઈન કરાયા છે.
દરમિયાન ઓમાનાથી પરત ફરેલા અંજાર તાલુકાના ભલોટ ગામના વતની ૪૦ વર્ષીય રામજી ખીમજી ગુજરીયાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે. રામજી ૯ દિવસ પહેલા ઓમાનાથી સ્વદેશ વતન પરત ફર્યો હતો. સાત દિવસ સંસૃથાકીય કવોરનટાઈનમાં રહ્યા બાદ તે ગામમાં આવ્યો હતો. ત્યારબાદ કોરોનાના લક્ષણો જણાઈ આવતા તેનો સેમ્પલ લેવાયો હતો. જો કે, તે ગામના સીમાડામાં રહ્યો હોવાથી તેના સંપર્કમાં ખાસ કોઈ આવ્યા નાથી.
કચ્છના વધુ સાત દર્દીઓને રજા અપાઈ
કચ્છમાં પણ કોરોનાના કેસો ઝડપભેર આગળ વાધી રહ્યા છે તો બીજીતરફ સાજા થતા દર્દીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. કચ્છમાં વધુ સાત દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પાંચ દર્દીઓ પૈકી ત્રણ આદીપુરની હરિઓમ હોસ્પીટલ અને બે દર્દીઓ મુંદરાની એલાયન્સ હોસ્પીટલમાં દાખલ હતા. જેમાં, લોકેશ જયકિશન લાલચંદાની(૩૬) રે. મેઘપર બો., મિલન અરવિંદ પુરોહિત(૩૨)(અંતરજાળ), ભરતસિંહ મેરૃભા જાડેજા( ૫૭), જતાવાડા, તેમજ સુરતના ધવલ પ્રતાપભાઈ ઠકકર(૩૮) અને હર્ષાબેન પ્રતાપભાઈ ઠકકર(૬૦) તેમજ ડી.એન.પાંડે(૪૭, બીએસએફ) તાથા સંજય એક્કા(૪૩, આર્મી-ભુજ)ને આજે રજા આપવામાં આવી હતી. કચ્છમાં અત્યાર સુાધી ૧૧૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી ચુકી છે.
જિ.પંચાયતના અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ
કચ્છ જિલ્લા પંચાયતના હિસાબી શાખામાં ઈન્ટરનલ ઓડિટર તરીકે ફરજ બજાવતા ૫૬ વર્ષિય શબ્બીર મહંમદ કુગશીયાને કોરોના થયો છે. કુગશીયા બનાસકાંઠાના પાલનપુર નજીક કણોદરના વતની છે. તેમની તબિયત સારી ન હોવાથી તેઓ ત્રણ દિવસ પૂર્વે રજા લઈને વતન ગયા હતા. જયાં ટેસ્ટ કરાવાતા રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આ અિધકારી અત્યારે વતનમાં સારવાર હેઠળ છે. કોરોનાના રિપોર્ટને પગલે ઇન્ટરનલ ઓડીટરના જિલ્લા પંચાયતના બે નાયબ હિસાબનીશને હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે. જિલ્લા પંચાયતમાં ચારેક અિધકારીઓ કોરોના વચ્ચે વતન થી ભુજ અવરજવર કરતા હોવાની ચર્ચા છે. નાયબ જિલ્લા વિકાસ અિધકારી ગૌરવ પ્રજાપતિ પછી શબ્બીર કુવેશ્યા પણ કોરોના દરમ્યાન અવરજવર કરતા હતા. કોરોનાના વાધતા કેસ પછી તંત્ર હવે વતન અવરજવર કરતા તમામ અિધકારીઓ પ્રત્યે ગંભીર બને તેવી કર્મચારીઓની લાગણી વ્યકત કરવામાં આવી છે.