મુંદરામાં વીજકંપનીની બેદરકારીથી ઢેલનું મોત થતાં ગ્રામજનોમાં રોષ
- શહેરમાં જર્જરીત વીજરેસા ચોમાસામાં સર્જશે મોટું જોખમ
ભુજ, રવિવાર
મુંદરામાં પોલીસ સ્ટેશન પાસે આવેલી ડીપીમાં વીજ કરંટાથી આજે ઢેલનું મોત થતાં પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. અનેક રજુઆતો છતાં સુરક્ષાના પગલા લેવાતા ન હોવાથી અવારનવાર મુંગા પ્રાણી કે પક્ષીઓ ભોગ બની રહ્યા છે.
આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, મુંદરા સીટી પોલીસ સ્ટેશન ખાતે સવારે ડીપીમાં કરંટ લાગતા ઢેલ ઝપેટમાં આવી ગઈ હતી. અત્યારસુાધી આઠમું મોત હોવાનું જણાવીને પીજીવીસીએલની કામગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો. ખુલ્લી ડીપીઓ પર ઝાળીઓ લગાવવા તાથા જર્જરીત રેસીઓ બદલવા અનેક વાર રજુઆત કરાઈ ચુકી છે પરંતુ આ બાબતે વીજકંપની દાદ આપતી ન હોવાથી ભુતકાળમાં વીજકરંટની બલીએ અનેક નિર્દોષ પ્રાણીઓ ચડી ગયા છે. હાલે ચોમાસું ેબેસી ગયું છે ત્યારે આ જોખમી સિૃથતીમાં આવા બનાવો બનશે તેવો ભય ઉભો થયો છે. કોઈ માનવ જીદંગી ી હોમાઈ જાય તેવી ભીતી છે. થોડા વર્ષે પુર્વે મુરલીધર કોમ્પલેકસ પાસે વીજલાઈન તુટી ગયા બાદ તેટલો જ ભાગ બદલાયો હતો. બાકીની લાઈન બદલવા તસ્દી લેવાઈ નાથી જેના કારણે આ જર્જરીત રેસા જોખમી બન્યા છે.