Get The App

ગરબામાંથી પરત આવતી યુવતી સાથે બળાત્કારઃ આડેસરમાં આંચકારૂપ ઘટના

Updated: Oct 10th, 2024

GS TEAM


Google News
Google News
ગરબામાંથી પરત આવતી યુવતી સાથે બળાત્કારઃ આડેસરમાં આંચકારૂપ ઘટના 1 - image


- યુવતીના મિત્રના શેઠ પ્રવિણ ગોયલની કૂકર્મ આચરતાં ધરપકડ

- પાણી પીવા ગયાં ત્યાં આવી પહોંચેલા પેવર બ્લોકના કારખાનાનાં શેઠે પોતાના અને યુવતીના મિત્રને બહાર કાઢી પોત પ્રકાશ્યું

- ગરબા જોઈ પ્રવિણ કારખાને આંટો મારવા ગયો અને યુવતીને જોઈ દાનત બગડી હોવાની કેફીયત 

ગાંધીધામ: રાપરનાં આડેસરમાં આવેલા પેવર બ્લોકનાં કારખાનામાં યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવતા સમગ્ર વાગડ પંથકમાં ચકચાર મચી જવા  પામી છે. નવરાત્રીમાં ગરબા રમી પરત ફરતી વેળાએ રસ્તામાં યુવતીને અચાનક ચક્કર આવી જતા યુવતીનાં સાથી મિત્રએ યુવતીને પાણી પીવડાવવા માટે પોતે જ્યાં કામ કરે છે તે કારખાનામાં લઈ ગયો હતો. જ્યાં અચાનક કારખાનાનો માલિક આવી જતાં યુવતીનાં મિત્રને બહાર કાઢી યુવતીને કારખાનાનાં રૂમમાં લઈ જઈ તેના પર બળાત્કાર ગુજારતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. જેથી ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. 

રાપરનાં આડેસરમાં રહેતી યુવતી નવરાત્રીમાં ગરબા રમીને  સોમવારે રાત્રીના એક વાગ્યાના અરસામાં મિત્ર સાથે બાઈક ઉપર પરત ફરી રહી હતી . યુવતીને રસ્તામાં અચાનક ચક્કર આવતાં  જેની સાથે ગઈ હતી તે મિત્ર સંજય ગરબી ચોકથી એકાદ કિમી દૂર પોતે જ્યાં કામ કરે છે તે કારખાને લઈ ગયો હતો. જ્યાં પાણી પીધા બાદ ભોગ બનનાર યુવતી રૂમમાં બેઠી હતી ત્યારે કારખાનાનો માલિક આરોપી પ્રવિણ કરસન ગોયલ (ઉ.વ. ૨૮, રહે. ભીમાસર, રાપર) તેના મિત્ર ભરત સાથે કારખાને પહોંચ્યો હતો.

આરોપી પ્રવિણે પોતાના મિત્ર ભરત અને યુવતીના મિત્ર સંજયને રૂમની બહાર કાઢી અંદરથી દરવાજો બંધ કરી યુવતીને ગાળો બોલી બળાત્કાર ગુજાર્યો હતો. આ પ્રકારની ફરિયાદ યુવતીએ આડેસર પોલીસ મથકે આરોપી પ્રવીણ કરસન રાજપૂત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે તાત્કાલિક પગલાં ભરી આરોપી પ્રવીણને બુધવારે સાંજે ઝડપી લીધો હતો. આ અંગે આડેસર પોલીસ મથકના પી.આઈ. વાળાએ જણાવ્યુ હતું કે, આરોપીની અટક કરી લેવામાં આવી છે. આરોપી પ્રવિણ પણ તેના મિત્ર સાથે ગરબા જોવા આવ્યો હતો. ગરબા પુરા થતાં મિત્ર સાથે તે કારખાને આંટો મારવા ગયો હતો. કારખાનામાં પોતાના કર્મચારી સંજય અને સાથે યુવતીને જોતાં તેની દાનત બગડી હતી. સંજય અને પોતાના મિત્રને બહાર કાઢી દબાણ સર્જીને યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. યુવતી અને સંજય કારખાને પાણી પીવા જ ગયા હતા કે અન્ય કોઈ કારણોસર તે પ્રશ્નોનાં જવાબ હવે મળશે તેમ પોલીસ કહે છે.

Tags :