Get The App

મોટી છેરમાં યુવાનના મોઢા પર ટુવાલ વીંટાળી પાંચ શખ્સોનો હુમલો

Updated: Nov 14th, 2024

GS TEAM

Google News
Google News
મોટી છેરમાં યુવાનના મોઢા પર ટુવાલ વીંટાળી પાંચ શખ્સોનો હુમલો 1 - image

ફતેપુર સીમાડામાં ભેંસો ચારવા મુદે કુહાડી, ધોકાથી માર માર્યોે

ભુજ: લખપત તાલુકાના મોટી છેર ગામે ફતેપુરના સીમાડામાં ભેંસો ચારવાના મનદુખે યુવાનના મોઢા પર ટુવાલ વીંટાળી પાંચ શખ્સોએ કુહાડી, ધોકાથી હુમલો કરી ઇજા પહોંચાડતાં દયાપર પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવાઇ હતી. 

મોટી છેર ગામે રહેતા અને ખેતી કરતા ભમરસિંહ નેતાજી રાઠોડ (ઉ.વ.૪૦)એ હુમલો કરનારા ગામના ભુપતસિંહ ભુરજી રાઠોડ, કારૂભા સવાઇસિંહ રાઠોડ, નરેન્દ્રસિંહ વિંજાજી રાઠોડ, ચાંદુભા ઉર્ફે કારૂભા સ્વરૂપાજી રાઠોડ, અને ગોપાલજી વિંજાજી રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. બનાવ સોમવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ફતેપુરના સીમાડામાં બન્યો હતો. ફરિયાદીની ભેંસો ચરી રહી હતી. ફરિયાદી સ્થળ પર બેસીને મોબાઇલ જોઇ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ પાછળથી આવી ફરિયાદીએ ખભા પર મુકેલો ટુવાલ આરોપીઓએ ફરિયાદીના મોઢા પર વીંટાળી દઇને ફરિયાદી પર હુમલો કરીને ધોકા અને કુહાડીથી માર માર્યો હતો. બુમા બુમનો અવાજ સાંભળીને બાજુના ખેતરમાં ભેંસો ચારતા લક્ષ્મણસિંહ નેતાજી રાઠોડ આવી જતાં આરોપીઓ નાસી ગયા હતા. દયાપર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને ઝડપી લેવા આગળની તપાસ હાથ ધરી છે.