Get The App

કચ્છમાં કોરોના અધિકારીઓની ચેમ્બર સુધી પહોંચ્યો : નાયબ ડીડીઓ પોઝિટિવ

- અમદાવાદથી લખપત જીએમડીસી નોકરી જોઈન કરવા આવેલા ઈજનરનું મોત

Updated: Jul 4th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં કોરોના અધિકારીઓની ચેમ્બર સુધી પહોંચ્યો : નાયબ ડીડીઓ પોઝિટિવ 1 - image

ભુજ, શુક્રવાર

કચ્છમાં કોરોના લોકોના ઘરાથી હવે અિધકારીઓની ચેમ્બર સુાધી પહોંચી ગયો છે.  લખપત જીએમડીસીના ઈજનેરનું મોડી રાત્રે કોરોના થકી મોત થયા બાદ આજે જિલ્લા પંચાયતમાં અમદાવાદાથી આવેલા નાયબ જિલ્લા વિકાસ અિધકારીને પણ કોરોના લાગુ પડતા પંચાયતના પરીસરમાં હડકંપ મચી ગયો છે. ઉચ્ચ અિધકારી હોવાથી તેના સંપર્કમાં ઉપરી તાથા નીચલી પાયરીના અનેક અિધકારીઓ આવ્યા હોવાથી કોરોનાનો ચેપ સરકારી કર્મચારીઓમાં વકરે તેવો ભય ફેલાયો છે. તો બીજીતરફ ભુજના જૈન આાધેડ પણ કોરોના પોઝિટિવ જણાતા હોસ્પિટલ રોડના પરના વિસ્તારને સીલ કરાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ ગત રાત્રે લખપત જીએમડીસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય ઝહીરઅલી જમીનઅલી મકરાણીએ રાત્રે દમ તોડી દિાધો હતો. તેઓ ૨૧ જુનના અમદાવાદાથી લખપત આવ્યા હતા  તે પુર્વે તેઓ અંકલેશ્વર અને દેવગઢબારીયા પણ ગયા હતા. તા.૨૫ જુનના તેમની તબિયત બગડતા તેને જી.કેમાં દાખલ કરીને સેમ્પલ લેવાતા પોઝિટિવ આવ્યો હતો. તેઓને ડાયાબિટીસ, હાઈપર ટેન્શન તાથા ઓબેસીટી સહિતની સમસ્યા હોવાથી તેઓને પહેલાથી બાયપેપ સપોર્ટ પર મુકાયા હતા. જે બાદ આખરે ગત રાત્રે તેઓનું અવસાન થયું હતું. આમ, કચ્છમાં કોરોના થકી મોતને ભેટેલા દર્દીઓનો આંક  ૯ પર પહોંચ્યો છે. તો બીજીતરફ આજે ભુજમાં હોસ્પિટલ રોડ પર ડો.ભાદરકા હોસ્પિટલની પાછળ આવેલી આદર્શ  સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય જૈન  આાધેડ દિનેશ સ્વરૃપચંદ મહેતાનો રીપોર્ટ પોઝિટિવ આવતા સોસાયટીમાં ભય ફેલાઈ ગયો હતો. ૧૯મી જુનના પરીવારમાં મોતનો પ્રસંગ બનતા મુંબઈાથી  આવેલા કોરોના પોઝિટિવ સાળાના સંપર્કમા આવવવાથી તેઓને ચેપ લાગ્યો છે. જે બાદ તેની તબિયત બગડતા ખાનગી ડોકટર પાસે ચેકઅપ કરાવ્યું હતું જે  બાદ ખાનગી લેબોરેટરીમાં તેનો કોવિડ ટેસ્ટ કરાતા પોઝિટિવ આવતા આજે આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.  દર્દીને હોસ્પિટલે ખસેડાયા બાદ તેના પરીવારના સભ્યો તાથા તેના સંપર્કમાં આવેલા સોસાયટીના લોકોને ક્વોરન્ટાઈન કરાયા છે. 

તો જિલ્લા પંચાયતમાં બેસતા નાયબ જિલ્લા વિકાસ અિધકારી ગૌરવ પ્રજાપતિને કોરોના નીકળતા તેના સંપર્કમાં આવેલા ઉચ્ચ અિધકારીથી લઈને સહકર્મચારીઓમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ૫૬ વર્ષીય અિધકારી સપ્તાહ પહેલા પોતાના વતન અમદાવાદાથી ભુજ આવ્યા હતા.   જે બાદ બે દિવસ પુર્વે તેમને ખાંસી- ઉાધરસ જેવા લક્ષણો જણાતા તેઓએ સામે ચાલીને પોતાનો કોવીડ ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવતા જિલ્લા પંચાયતમાં દોડાધામ મચી ગઈ હતી. આમ, તો ગઈકાલાથી જ કચેરીમાં મુલાકાતીઓના પ્રવેશ પર મનાઈ ફરમાવી દેવાઈ હતી. જ્યારે આજે કચેરીને સેનીટાઈઝ કરવા તાથા અિધકારીના સંપર્કમાં આવેલા કર્મચારીઓને ક્વોરન્ટાઈન કરવા તાથા હાઈરીસ્કવાળાઓન સેમ્પલ લેવાની કામગીરી કરાઈ છે. 

Tags :