આણંદપર અને પલીવાડ ગામની સંયુક્ત પાણી લાઈનમા અવાર-નવાર ભંગાણ
- લેભાગુ તત્વો દ્વારા પાઈપમાં નુકશાન કરાતું હોવાનો આક્ષેપ
- લાઈનમાં વિક્ષેપના પગલે ગામલોકો તરસ્યા : પશુઓને પણ પાણી મળતુ નથી : બુધવારે ત્રણ કલાક પાણી વેડફાયું
આણંદપર(યક્ષ)તા.૭
ઉનાળાની તુ ચાલું થતા જ પાણીનો વપરાશ ડબલ થાય છે. પીવાના પાણીની માંગમાં વાધારો થતો હોય છે. તો શિયાળાની તુલનાએ ડબલ વપરાશ કરાતો હોય છે. આવી સિૃથતી વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ પડવાના બનાવો પણ બનતા હોય છે. આણંદપર, પલીવાડ ગામની સંયુક્ત લાઈનમાં અવાર-નવાર ભંગાણ પડતું હોવાની લોકોમાંથી રોષની લાગણી પેદા થઈ છે.
નખત્રાણા તાલુકાના આણંદપર અને પલીવાડ ગામની પાણી યોજના સંયુક્ત ચાલે છે. આ યોજનાનું પાણી સાંયરા(યક્ષ)ની સિમમાંથી પાંચાથી છ કિલોમીટરના દૂર થી આવે છે.હાલ આ લાઈનમાં લેભાગુ તત્વો દ્વારા અવારનવાર પાણીની લાઈનમાં ભંગાણ કરવામાં આવતું હોવાથી પાણી ખોટી રીતે વહી નીકળવાથી પાણીનો બગાડ થવા સાથે પાણી વિતરણમાં વિક્ષેપ આવવાથી ગામલોકોમાં ખોટા મનદુઃખ થઈ રહ્યા છે.સાથે નાની મોટી બોલ ચાલો થવાથી ગેરસમજણ ઉભી થઈ રહી છે.આ બને ગામનું સંચાલન ગામ સમિતિ દ્વારા વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે.થોડું ઘણું રીપેરીગનું કામ હોય તો આ સમિતિના લોકો તેમજ ગામ લોકો દ્વારા કરી નાખવામાં આવે છે.તે પણ કોઈપણ જાતની મજુરી લીધા વિના આમ અવારનવાર લેભાગુઓ દ્વારા લાઇનમાં ભંગાણ કરવાથી આ બને ગામોમાં પાણી વિતરણમાં વિક્ષેપ આવતા જે લોકોને ખબર નાથી કે લાઈનમાં વિક્ષેપ થયો છે કે નાથી એ લોકો એમજ વિચારતા હોય છે કે પાણીનું વિતરણ બરાબર નાથી હતું પણ હકીકતમાં આવા લેભાગુઓ દ્વારા ભંગાણ પાડવાથી લોકોને પાણી પુરતુ ન મળવાથી તેમજ પશુઓ માટે બનાવેલ પાણીના અવાડા ન ભરાવાથી લોકોમાં દુઃખની ભાવના જોવા મળી રહી છે. ગત તા.૫/૫/૨૦ના રોજ કોઈ લે ભાગુ દ્વારા પાણીની મેન લાઈનનો એરવાલ્વ કાઢી નાખતા બપોરના ભાગે ત્રણ કલાક પાણીના ફુવારા રૃપી નીકળીને પાણીનો બગાડ થયો હતો રસ્તે વટાતા રાહદારી દ્વારા જાણ થતા સમિતિના પ્રમુખ માવજીભાઈ છાભૈયા,ઉપ પ્રમુખ પેાથરાજભાઈ ચુઇયા સહિતનાઓ દ્વારા તાબડતોબ લાઈનને રીપેર કરવામાં આવી હતી.