Gujarat

કંડલા પોર્ટ પર બે નંબરનું સિગ્નલ મુકાયું : આફત ટળી છતાં સજ્જતા

By GS Team
4 Jun 20201 min read
This article was originally published on 4 Jun 2020
કંડલા પોર્ટ પર બે નંબરનું સિગ્નલ મુકાયું : આફત ટળી છતાં સજ્જતા

ભુજ, બુધવાર 

નિસર્ગે વાવાઝોડું કચ્છ- સૌરાષ્ટ્ર પરાથી ફંટાઈને મહારાષ્ટ્ર તરફ ચાલ્યા ગયા છતાં તેજ પવન અને વરસાદની ઝળી કચ્છના વિવિાધ વિસ્તારોમાં જોવા મળી હતી. બે દિવસ વાવાઝોડાની સામાન્ય અસર કચ્છ પર વર્તાય તેવી આગાહી હોવાથી કંડલા પોર્ટ પર હાલે એક નંબરના સિગ્નલ પરાથી બે નંબરનું સિગ્નલ મુકી દેવાયું છે. આફત ટળી ગયા છતાં સુરક્ષાને લઈને પુરી સજ્જતા રખાઈ છે.  બે દિવસ પુર્વે પુવતૈયારી અંગે મળેલી સમીક્ષા બેઠક બાદ ગઈકાલે વાવાઝોડું ફંટાઈ ગયું હોવાનું જાણવા મળતા પોર્ટ પરાથી એક નંબરનું સિગ્નલ દુર કરી દેવાયું  છે. હાલે બે નંબરના સિગ્નલને લગાવાયું છે આમછતાં પોર્ટની સામાન્ય કામગીરી ચાલુમાં રહેશે. બે દિવસ જોરદાર પવન સાથે વરસાદની આગાહી હોવાથી સુરક્ષાનો પુરતો બંદોબસ્ત કરાયો છે. જેમાં જવાબદારોના જણાવ્યા મુજબ હાલે  એઓબી, જીઆઈએમ તાથા સિગ્નલ સ્ટેશન ખાતે ૨૪ કલાક કન્ટ્રોલરૃમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. ઈમરજન્સીની સિૃથતી સમજીને કર્મચારીઓ દ્વારા મોનીટરીંગ કરાઈ રહ્યું છે. પોર્ટ પર વીજળી ગુલ થાય તો જનરેટર, ટેલી કોમ્યુનિકેશન,પીવાનું પાણી સહિતની વ્યવસૃથા ઉભી કરી લેવાઈ છે. નીચલા વિસ્તારમાં પાણી ભરાય  અને  લોકોના સૃથળાંતર કરવાની જરૃર પડે તો ગોપાલપુરી ખાતે સાયક્લોનીક સેલ્ટર હોમમાં વ્યવસૃથા ઉભી કરાઈ છે. લોકોને લઈ જવા માટે બસોને પણ સ્ટેન્ડબાય પર મુકાઈ છે.