Get The App

કચ્છમાં ક્ષયરોગ માટે નવી શોધાયેલી ડેલામીનીડ ટેબ્લેટ આપવાનો પ્રારંભ

- દર્દીઓમાં અન્ય ઉપલબ્ધ દવાઓ થકી રેજિસ્ટન્ટ આવી જતાં નવું સંશોધન

સમગ્ર જીલ્લામાં માત્ર ભુજની જનરલ હોસ્પિટલમાં જ દવાનો ઉપયોગ થશે માંડવીની ક્ષયપિડીત કિશોરી પર ટેસ્ટ બાદ સારવારની શરૃઆત

Updated: Jun 13th, 2020

GS TEAM

Google News
Google News
કચ્છમાં ક્ષયરોગ માટે નવી શોધાયેલી ડેલામીનીડ ટેબ્લેટ આપવાનો પ્રારંભ 1 - image

ભુજ, શુક્રવાર 

ભુજની જનરલ હોસ્પિટલ મારફતે ક્ષય(ટી.બી.)ના રોગને પડકારતી અને નવી શોધાયેલી ડેલામીનીડ નામની ટેબ્લેટ આપવાનો કચ્છમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દવા ગુજરાતમાં ગણ્યા-ગાંઠયા જિલ્લાઓમાં જ શરૃ કરવામાં આવી છે. જેમાં કચ્છનો સમાવેશ થાય છે. 

ક્ષયના દર્દીઓમાં ટીબીની અન્ય પ્રાથમ અને દ્વિતિય હરોળની જુદી જુદી ઉપલબૃધ દવાઓને કારણે રેજિસ્ટન્ટ આવી જતા કારગત સાબિત થતી ન હોવાથી તેવા સંજોગોમાં દર્દીને સ્વસૃથ થવામાં મુશ્કેલી પડતી હતી. તેાથી લાંબા સંશોધનને અંતે તૈયાર કરવામાં આવેલી ડેલામીનીડ દવા આપવાનું શરૃ કરવામાં આવ્યું છે. માંડવીની એક ક્ષયપિડીત કિશોરી ઉપર ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં જુદા જુદા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ગળફાનો રીપોર્ટ, ટીબી કલ્ચર, ડીએસટી અને કાર્ટીઝ બેસ્ડ ન્યુકલીક એસીડ એમ્બીફિકેશન ટેસ્ટ જે યાથાયોગ્ય પુરવાર થતા અને દર્દી ઉપર અક્સીર બનતા આ દવાની શરૃઆત તેના મારફતે કરવામાં આવી હતી. આ મેડીસીન ૬ વર્ષાથી ઉપરના ટીબીના દર્દીને આપવામાં આવે છે. ભુજના ટીબી નોડેલ ઓફીસર અને વિભાગના વડાના જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે કચ્છમાં ટીબીના દર્દીઓને ડેલામીનીડ નામની દવા આપવાની શરૃઆત કરી છે. ઉપરાંત આવી જ બીજી એક બેડાક્વીન નામની ક્ષયની દવા એક વર્ષાથી આપવામાં આવે છે. જે સામાન્ય રીતે ૧૮ વર્ષની ઉપરના દર્દીઓમાં આપવામાં આવે છે.  આ બંને એટલે કે ડેલામીનીડ અને બેડાક્વીન દવા જે અકસીર પુરવાર થઈ છે તે સમગ્ર કચ્છમાં માત્ર ભુજની જનરલ હોસ્પિટલમાં જ ઉપયોગ કરાશે છે. દરમિયાન તબીબોના જણાવ્યા અનુસાર જેમને બે અઠવાડીયાથી વધુ ઉાધરસ, કફ કે લોહી સાથે ગળફા આવતા હોય, ભુખ ઓછી લાગતી હોય, વજન ઓછું થતું જતું હોય સાંજે અને રાત્રે તાવ આવતો હોય અને છાતીમાં શ્વાસ લેતી વખતે દર્દ મહેસુસ થાય તો તેમણે તાત્કાલિક તપાસ કરાવવી જરૃરી છે.

Tags :