FOLLOW US

કચ્છના મોટા રણ અભ્યારણ્યમાં નવું ફ્લેમિંગો સિટીઃ આર્ટીફિશીયલ બ્રિડીંગ પ્લેટફોર્મ સફળ

- સારો વરસાદ અને પાકિસ્તાનથી આવેલાં પૂરના પાણી ભરાતાં પક્ષી વસાહત

- રણમાં થોડી ઊંચાણવાળી જગ્યાએ લેસર ફ્લેમિંગો નવા માળા બનાવે અને નાના બેટ ઉપર ગ્રેટર ફ્લેમિંગો

Updated: Sep 9th, 2022

ભુજ,ગુરૃવાર

કચ્છનું મોટું રણ ફ્લેમિંગો સિટી તરીકે વિશ્વ વિખ્યાત છે. હવે, ફ્લેમિંગો સિટી નજીક નવું ફ્લેમિંગો સિટી આકાર પામી રહ્યું છે. વન વિભાગે પ્રયોગરુપે આર્ટીફિશીયલ બ્રિડીંગ પ્લેટફોર્મ બનાવ્યાં હતાં તે સફળ રહેતાં મોટા રણ અભ્યારણ્યમાં નવું મિની ફ્લેમિંગો સિટી આકાર પામ્યું છે. આ નવી વસાહત અત્યારે ૧૨થી ૧૫ હજાર ફ્લેમિંગોથી  રંગબેરંગી બની ચૂકી છે. કુલ ૪.૫૦ લાખ હેક્ટરમાં પાથરાયેલી કચ્છ વાઈલ્ડ લાઈફ સેન્ચ્યૂરી ફ્લેમિંગોનું સુરક્ષિત રહેઠાણ છે. ચોમાસાનું પાણી ભરાયું હોય તે પછી શિયાળામાં ઓક્ટોબરાથી ડીસેમ્બર માસ દરમિયાન ફ્લેમિંગો સિટીમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો નેસ્ટિંગ કરે છે. આ કારણે જ ફ્લેમિંગો સિટીને અંડાબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ ૨૦૨૧માં ફ્લેમિંગો સિટીથી થોડે દૂર આર્ટીફિશીયલ બ્રિડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યાં હતાં. આ વર્ષે સારો વરસાદ થતાં અને પાકિસ્તાનાથી આવેલા પૂરના પાણી ભરાવાથી આ બ્રિડીંગ પ્લેટફોર્મ ઉપર હજારો ફ્લેમિંગોએ નેસ્ટિંગ કર્યાં છે. આમ, કચ્છના મોટા અભ્યારણ્યમાં શિયાળા અગાઉ જ નવું ફ્લેમિંગો સિટી આકાર પામ્યું છે.

 કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં વર્ષ-૨૦૧૯ ના ચોમાસા દરમ્યાન બ્રીડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તાથા અગાઉની બ્રીડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તાથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નાથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવામાં આવતી હોય છે.

વન કર્મચારીઓના લાંબાગાળાના ઉપરોક્ત નિરીક્ષણ અને અભ્યાસના આાધારે વર્ષ-૨૦૨૦-૨૧ દરમ્યાન જુની બ્રીડીંગ સાઈટાથી નજીકના વિસ્તારમાં આર્ટીફીસીયલ બ્રીડીંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા.  વચ્ચેાથી પાણીના નિકાલ માટે ૧૦૦ મીટરના અંતરે ૧૦ મીટર જેટલી જગ્યા રાખી આવા કુલ-૦૫ (પાંચ) જેટલા પ્લેટફોર્મ મીટીગેશન પ્લાન અંતર્ગત બનાવવામાં આવેલ હતા.

વર્ષ-૨૦૨૧ના ચોમાસા દરમ્યાન ઉપરોક્ત પ્લેટફોર્મ પર ફ્લેમિંગો દ્વારા માળા બનાવવાની શરૃઆત થયેલ હતી, પરંતુ ત્યારબાદ વરસાદ ન થતાં રણમાં પાણીની આવક ન થતા ફ્લેમિંગો પરત ચાલ્યા ગયા હતા.  વર્ષ-૨૦૨૨ના જુલાઈ માસમાં ખુબજ સારો વરસાદ થવાથી કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણના સમગ્ર મોટા રણ વિસ્તારમાં  પાણીની આવક સારી થવાથી સમગ્ર રણ  વિસ્તાર પાણીથી ભરાઈ ગયેલ હતું. જેાથી આ વર્ષે મોટા પ્રમાણમાં ફ્લેમિંગોનું આગમન થયેલ છે. અને ફ્લેમિંગો દ્વારા બનાવવામાં આવેલ ઉપરોક્ત તમામ પ્લેટફોર્મ પર જુલાઈ માસમાં વસાહત સૃથાપવામાં આવેલ છે અને ઈંડા મુકવામાં આવેલ છે. તેમજ ઓગષ્ટ માસના અંતમાં ઈંડામાંથી બચ્ચા તૈયાર થઇ ગયેલ છે.

 ચાલુ વર્ષે સારા વરસાદને કારણે સપ્ટેમ્બર માસ દરમ્યાન પણ ઉપરોક્ત પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં નવી વસાહતો બની રહી છે અને હજી બીજા ફ્લેમિંગો, પેલીકન, રીવર ટર્નસ, બ્લેક વિંગ્સ સ્ટીલ્ટ, ગ્રે હેરોન, પેઈન્ટેડ સ્ટોર્ક, સ્લેંડર બીલ્ડ ગુલ્સ, કોમન સેન્ડ પાઈપર, કોમન સ્ટીલ્ટ ડક, ડાર્ટર, કોર્મોરંટ વગેરે જેવા જળચર પક્ષીઓનું આગમન કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં થઇ રહ્યું છે એમ પૂર્વ વન વિભાગ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહજી સરવૈયા જણાવ્યુ હતુ.

પક્ષીપ્રેમીઓ અને પક્ષીવિદો માટે કચ્છ રણ વન્ય પ્રાણી અભ્યારણ હાલે મહત્વપૂર્ણ આકર્ષણનું  સૃથળ બની રહ્યું છે. મોટા રણના ખડિર વિસ્તારમાં કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણમાં હાલે ફ્લેમિંગોની લેસર અને  ગ્રેટર ફ્લેમિંગો  તેમજ જળચર પક્ષીઓનું આગમન આકર્ષણનું કારણ બન્યું છે. ફ્લેમિંગો સહિત અન્ય જળચર પક્ષીઓ માટે હાલે આ સમયગાળો મહત્વપૂર્ણ અને વાતાનુકુલ છે ત્યારે કચ્છ જિલ્લાનું આ વન્ય પ્રાણી અભ્યારણ પક્ષીવિદો માટે અને પક્ષી પ્રેમીઓ માટે તેમજ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર માટે પણ મહત્વપૂર્ણ છે.

Gujarat
English
Magazines