કચ્છના લખપત પાસે ક્રિક વસ્તારમાં ભારતીય સેના દ્વારા સંયુક્ત કવાયત
- ઓપરેશન સાગર શક્તિ અંતર્ગત જવાનોએ કૌતુક પ્રદર્શન કર્યું
-બીએસએફ, એરફોર્સ, નેવી, કોસ્ટગાર્ડ, મરીન સહિતની એજન્સી કવાયતમાં જોડાઈ
ભુજ, સોમવાર
ભારત સામે પાકિસ્તાન તાથા ચીન દ્વારા છમકલા કરવામાં આવી રહ્યા છે ત્યારે દુશ્મન દેશને ભારતની તાકાત દર્શાવવા તાથા સેનાને વધુ મજબુત બનાવવાના હેતુાથી કચ્છના લખપત પાસેના દરીયાઈ વિસ્તારમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સાગર શક્તિ સંયુક્ત કવાયત યોજાઈ હતી.
મળતી માહિતી મુજબ બીએસએફ, કોસ્ટગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા દરીયામાં વિવિાધ પરાક્રમ કરાયા હતા. ભારતના વિવિાધ એજન્સીઓના ઉચ્ચ અિધકારીઓ આ ટાંકણે હાજર રહીને સેનાના જવાનોનું બળ વાધાર્યું હતું. આ કવાયતમાં વિવિાધ એજન્સીના ૧૦૦થી વધુ જવાનો જોડાઈને પોતાનું પ્રદર્શન રજુ કર્યું હતું. બોમ્બ બ્લાસ્ટ, એરસ્ટ્રાઈક, દુશ્મન ચોકી પર કબ્જો, અંડરવોટર એટેક વગેરેનું પ્રદર્શન કરાયું હતું. સાગર શક્તિ ક્વચ ઓપરેશનના માધ્યમાથી દુશ્મન દેશને સીધો પડકાર આપવામાં આવતો હોય તેમ જવાનોએ પોતાની તાકાત દર્શાવી હતી.